પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને દાનાપુર વચ્ચે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા આગામી ગ્રીષ્મકાલીન મોસમ દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા આગામી ગ્રીષ્મકાલીન મોસમ દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 15 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 સુધી દર સોમવારે અમદાવાદથી સવારે 09:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 20:30 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 16 એપ્રિલ 2024 થી 25 જૂન સુધી દર મંગળવારે દાનાપુરથી રાત્રે 23:50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 11:10 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે
ટ્રેન નંબર 09417નું બુકિંગ 13 એપ્રિલ, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."