શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે?
નિષ્ણાતોના મતે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫ ટકાનો ઘટાડો કરી શકે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ૨૪ એપ્રિલથી બ્રેન્ટ ક્રૂડ ઓઈલ અને અમેરિકન ક્રૂડ ઓઈલ WTIના ભાવમાં ૯ ટકાનો ઘટાડો નોંધાયો છે, આવો વધુ જાણીએ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મડયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કાચા તેલની કિંમતમાં ૫ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ૨૪ એપ્રિલથી કાચા તેલની કિંમતમાં ૯ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી આશા જાગી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે. નિષ્ણાતો એવું પણ માને છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ જે સ્તરે છે તેની સરખામણીએ સ્થાનિક સ્તરે ઈંધણની કિંમતમાં ઘટાડો થવાની સકયતાઓ છે.
ગલ્ફ દેશોનું ક્રૂડ ઓઈલ ઘણું સસ્તું થઈ ગયું છે, ગલ્ફ દેશોમાંથી સપ્લાય થનારું બ્રેન્ટ ક્રૂડ ૨૪ કલાકમાં ૫ ટકાથી વધુ તૂટયું છે. ૩ મેના રોજ બ્રેન ક્રૂડની કિંમત ૭૫.૩૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ૨ મેના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ .૮૦ હતી. છેલ્લા ૬ ટ્રેડિંગ દિવસોમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં ૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ૨૪ એપ્રિલે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ૮૨.૭૩ રૂપિયા પ્રતિ બેરલ પર બંધ થઈ હતી.
અમેરિકન ક્રૂડ ઓઈલ WTIની કિંમતમાં ૨૪ કલાકમાં ૫.૧૫ ટકાનો ઘટાડો થયો છે. ૩ મેના રોજ, WTIની કિંમત પ્રતિ બેરલ ૭૫.૨૯ પર ટ્રેડ થઈ રહી છે. ૨ મેના રોજ, WTI ની કિંમત પ્રતિ બેરલ $૭૯.૩૪ હતી. ૬ ટ્રેડિંગ દિવસોમાં WTIના ભાવમાં ૯.૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ૨૪ એપ્રિલે WTIની કિંમત ઘટીને ૭૮.૭૬ પ્રતિ બેરલ થઈ હતી.
IIFLના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર મંદીના ડર અને ચીન તરફથી માંગ ઘટવાને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૫ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે હાલમાં દેશની OMCs નફામાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં હવે કંપનીઓએ સામાન્ય લોકોને રાહત આપવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ૨૨ મેથી દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.