Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • WinZO અસર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમીંગ ટેકની નિકાસ કરશે

WinZO અસર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમીંગ ટેકની નિકાસ કરશે

પોતાની સૌપ્રથમ પહેલના ભાગરૂપે, ભારત ટેક ટ્રાયમ્ફ ભારતમાં બનેલી ટેકનોલોજી વિશ્વમાં નિકાસ કરવાનો હેતુ ધરાવે છે.

New delhi May 08, 2024
WinZO અસર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમીંગ ટેકની નિકાસ કરશે

WinZO અસર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમીંગ ટેકની નિકાસ કરશે

નવી દિલ્હી : ભારતની સૌથી મોટુ વર્નાક્યુલર ઇન્ટરેક્ટીવ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ WinZOએ તેની સૌપ્રથમ પહેલ ભારત ટેક ટ્રાયમ્ફ પ્રોગ્રામ (BTTP)નું અનાવરણ કર્યુ છે. આ પોગ્રામ મેઇડ ઇન ઇન્ડિયા ટેકનોલોજીની નિકાસ કરવા માટે સમર્પિત છે, જે ઘરેલુ સ્ટાર્ટઅપ્સને મહત્ત્વના વૃદ્ધિ સ્ત્રોતો જેમ કે વૈશ્વિક રોકાણ, સરહદ પારના નેટવર્ક્સ, મેન્ટરશિપ અને સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)માં ઍક્સેસ પૂરા પાડીને કુશળ બનાવે છે. પ્રારંભિક આવૃત્તિની સફળતાને પગલે, BTTP સિઝન 2 ભારતના ઇનટરેક્ટિવ મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક ફલક પર લઇ જવા માટે સજ્જ છે.

BTTP સિઝન 2 ગેમ ડેવલપર્સ, સ્ટુડીયોઝ અને સ્ટાર્ટઅપ્સને આબોહવા પરિવર્તન, આરોગ્ય અને સુખાકારી, શિક્ષણ અને તાલીમ અને ભારતીય સંસ્કૃતિ આધારિત કન્ટેન્ટ જેવા ક્ષેત્રોમાં અસર આધારિત ગેમીંગ કંપનીઓ પર ભાર મુકીને આમંત્રણ આપે છે. અગાઉની આવૃત્તિએ 200થી વધુ ભારતીય ગેમ ડેવલપમેન્ટ સ્ટુડીયોને આકર્ષ્યા હતા જેમાંથી 10ની સાન ફ્રાંસિસ્કોમાં પ્રતિષ્ઠિત ગેમ ડેવલપર કોન્ફરન્સ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. આ વિજેતા ગેમ્સ ભારતીય નાયકો અને સાંસ્કૃતિક વારસાથી પ્રેરીત હતી, જેણે આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને વિદેશી બજારોમાં નિકાસની તકોની શોધખોળ કરી હતી.

વૈશ્વિક પ્લેટફોર્મ પૂરુ પાડીને, WinZO ભારતીય ડેવલપર્સને સશક્ત બનાવવા માગે છે તેમજ બન્ને દેશો વચ્ચેના કારોબારી સંબંધોનું સંવર્ધન અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવીનતા લાવવાનો હેતુ ધરાવે છે. આ પહેલ ગેમીંગ સમુદાયમાં શ્રેષ્ઠ પ્રતિભાની ઉજવણી કરે છે, જે WinZOના નવીનતા અને વૈશ્વિક સ્તરની સમાવેશીતાના મૂળભૂત મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે.

"સ્થાનિક સાંસ્કૃતિક ગેમ્સ અને અસર આધારિત ગેમ્સની તંદુરસ્ત ઇકોસિસ્ટમ તૈયાર કરવી તે ભારતના વૃદ્ધિ ગમન માટે અગ્રિમ છે. આ કંપની ફક્ત ભારે મોટા સામાજિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અગત્યનો ભાગ ભજવે એવુ નથી, પરંતુ તે ગેમીંગની શક્તિનો શિક્ષીત કરવા, પ્રેરણા આપવા, અને સકારાત્મક પરિવર્તનને આગળ ધપાવવામાં લાભ ઉઠાવે છે. WinZOનો ભારત ટેક ટ્રાયમ્ફ પ્રોગ્રામ આ પ્રયત્નમાં આગળ પડતો છે જે અસર આધારિત ગેસને વિકાસ કરવા અને વિશ્વમાં નવા બજારો શોધવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે," એમ WinZOના સહ સ્થાપક પાવન નંદાએ જણાવ્યું હતું.

BTTP સિઝન 2ના વિજેતાઓને તેમની નવીન ગેમ્સ અને ગેમીંગ ટેકનોલોજીને પ્રતિષ્ઠિત ભારત પેવિલીયનમાં ગેમ્સકોમ LATAM (બ્રાઝિલ) ખાતે સંપૂર્ણપણે સ્પોન્સર્ડ તક મળશે. 26થી 30 જૂન 2024 દરમિયાન સાઓ પૌલો, બ્રાઝિલ ખાતે યોજનારા ગેમ્સકોન LATAM ઉદ્યોગ અગ્રણીઓને ઉમદા પ્લેટફોર્મ પૂરુ પાડે છે જેથી ખાસ ઘોષણાઓ કરી શકે, પ્રોજેક્ટ્સ લોન્ચ કરી શકે અને અદ્યતન પ્રવાહોનું નિદર્શન કરી શકે.

BTTP સ્પર્ધા માટે એવા ડેવલપર્સ, સ્ટુડીયોઝ અને સ્ટાર્ટઅપ્સ સક્ષમ બનશે જેઓ મોબાઇલ ગેમ્સ, ગેમીંગ સંબંધિત ટેકનોલોજી અથવા સપોર્ટીંગ પ્રોડક્ટ્સનું સર્જન કરે છે. ડેવલપમેન્ટ, વેબ 2.0 અને વેબ 3.0 (બ્લોકચેઇન)ના કોઇ પણ તબક્કે જે કંપનીઓ ગેમીંગ ઉદ્યોગ મટે નવીન પ્રોડક્ટ્સ બનાવે છે અને ભારતમાં નોંધાયેલી કંપની હોય તો તે પણ ભાગ લેવા પાત્ર છે.

નિર્ધારણી શરતો પર ઉદ્યોગ અનુભવીઓ દ્વારા નજર રાખવામાં આવશે જેમાં બ્રાઝિલમાં ભારતના રાજદૂત સુરેશ કે રેડ્ડી અને ભારત સરકનરા પૂર્વ સચિવ રોહિત કુમાર સિંઘનો સમાવેશ થાય છે, જેઓ પ્રોડક્ટ, પીચ, ટીમ અને ગેમ જિનર્સ, ટેકનોલોજી અને લક્ષ્યાંકિત પ્રેક્ષકોની વૈવિધ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

"ભારત ટેક ટ્રાયમ્ફ પ્રોગ્રામ એ અસાધારણ પહેલ છે જે ભારતીય ગેમ ડેવલપર્સને વૈશ્વિક ફલક તરફ વેગ આપે છે. આ પ્રોગ્રામ ફક્ત ભારતની અપવાદરૂપ પ્રતિભાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે એટલું જ નહી પરંતુ બ્રાઝિલમાં સમોવડીયા સાથેના અમૂલ્ય જોડાણોનું સંવર્ધન કરે છે. LATAM એ મોટી ડિજીટલ સુપરપાવર છે અને હું માનું છું કે આપણી કંપનીઓ માટે ખાસ કરીને ગેમીંગ ઉદ્યોગ ક્ષેત્રમાં ઉજળી તકો છે. ભારતની સરકારનો AVGC XR ઇકોસિસ્ટમને ટેકો આપે છે ત્યારે આપણી કંપનીઓ માટેની તકો અમર્યાદિત છે. હું બ્રાઝિલમાં સંભવિત વિજેતાઓને મળવા માટે આતુર છું," એમ રેડ્ડીએ જણાવ્યું હતુ.

"BTTP" ઇનામ પેકેજમાં ગેમ્સકોમ LATAM ખાતે ઇન્ડિયા પેવિલીયનમાં વિના મૂલ્યે કિઓસ્ક, વિના મૂલ્યે ગેમ્સકોમ એક્હીબિટર પાસ (3 દિવસ), ZP ફંડ પાસેથી રોકાણ તકો, સિદ્ધિનું પ્રમાણપત્ર, વિના મૂલ્યે IEIC સભ્યપદ અને એક વ્યક્તિ માટે મફત વિમાન ભાડાનો સમાવેશ થાય છે.

BTTP સ્પર્ધા માટે સુપરતગી 14 મે 2024ના રોજ બંધ થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમર્સને ‘સ્વચ્છ ભારત’ સહિત વિવિધ વિષયો પર ગેમ વિકસાવવાની હાકલ કરી હતી, જે ગેમીંગ દ્વારા સકારાત્મક પરિવર્તનને વેગ આપવામાં BTTP જેવી પહેલની અગત્યતા પર ભાર મુકે છે. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

આવકવેરા કાયદામાં સૂચિત ફેરફારોની સ્ટાર્ટઅપ પર કોઈ અસર નથી, ગોયલે કહ્યું - મદદ કરશે
આવકવેરા કાયદામાં સૂચિત ફેરફારોની સ્ટાર્ટઅપ પર કોઈ અસર નથી, ગોયલે કહ્યું - મદદ કરશે
February 03, 2023

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સતત સમર્થન આપી રહી છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ શરૂ થયા બાદ દેશે આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express