48% શહેરીકરણ સાથે, ગુજરાત લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો બનવા તરફ આગળ વધી રહ્યું છે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) ની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર ખાતે 15 ડિસેમ્બર 2023ના રોજ “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” (આવતીકાલના વસવાટ લાયક શહેરો) વિષય પર પ્રી-ઇવેન્ટ સમિટ આયોજિત કરવા માટે તૈયાર છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) ની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર ખાતે 15 ડિસેમ્બર 2023ના રોજ “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” (આવતીકાલના વસવાટ લાયક શહેરો) વિષય પર પ્રી-ઇવેન્ટ સમિટ આયોજિત કરવા માટે તૈયાર છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોર સાથે સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં NIUA, C40, CEDAI, AIILSG, ICLEI, CEPT, યુનિસેફ (UNICEF) ઇન્ડિયા, વર્લ્ડ બેંક, એલુવિઅમ ગ્રુપ, સિટીબ્લોબ, વિવિધ નોલેજ ફોરમ જેવી પ્રખ્યાત સંસ્થાઓના તેમજ એકેડેમીયા અને રિસર્ચ સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓ હાજર રહેશે.
વક્તાઓ તરીકે આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સહભાગિતા સમિટમાં એક અનન્ય પરિપ્રેક્ષ્ય ઊભું કરશે, જે આપણા શહેરોની લિવેબિલિટી વધારવાના
આપણા સામૂહિક પ્રયાસોમાં વૈવિધ્યસભર દ્રષ્ટિકોણ સુનિશ્ચિત કરશે. VGGS 2024ના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં સિરામિક્સ, ટેક્સટાઇલ, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, બાયોટેક્નોલોજી, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં 8 પ્રી-વાઇબ્રન્ટ સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે.
નાગરિકલક્ષી રાજ્ય તરીકે આગળ વધીને, ગુજરાત “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” માટે નવીન પહેલો રજૂ કરવા પ્રતિબદ્ધ છે. આજે, વિશ્વમાં પહેલા કરતા વધુ શહેરીકરણ થઈ રહ્યું છે, જેમાં વિશ્વની અડધાથી વધુ વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. અનેક અંદાજો દર્શાવે છે કે 2050 સુધીમાં શહેરોમાં વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તી વસવાટ કરશે. એક તરફ શહેરો વૈશ્વિક જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે વિકાસ, વેપાર અને સંસ્કૃતિના એન્જિન તરીકે કામ કરે છે, તો બીજી બાજુ શહેરો ઉચ્ચ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ની નબળાઇઓ, સામાજિક-આર્થિક અસમાનતા અને ગીચ વિસ્તારોમાં વસવાટ જેવા પડકારોનો પણ સામનો કરે છે.
વિશ્વની અડધાથી વધુ વસ્તી શહેરોમાં રહેતી હોવાથી, આજે અભૂતપૂર્વ રીતે શહેરીકરણ થઈ રહ્યું છે અને 2050 સુધીમાં શહેરોની વસ્તી બે તૃતીયાંશ સુધી પહોંચશે. વિકાસ માટે શહેરો મહત્વપૂર્ણ હોવા છતાં, તેઓ વાયુ ઉત્સર્જન અને સામાજિક-આર્થિક અસમાનતા જેવા પડકારોનો સામનો કરે છે. ગુજરાત, ઔદ્યોગિક પાવરહાઉસ હોવાની સાથે સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ફ્લેક્સિબલ શહેરી વિકાસ ધરાવે છે. ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ અને વેસ્ટ પ્રેક્ટિસિસ સાથે લેન્ડ પૂલિંગ અને ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ જેવા કોન્સેપ્ટ્સ, ફ્લેક્સિબલ અને ટકાઉ શહેરો બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
નોંધનીય છે કે ગુજરાતમાં અંદાજે 48% શહેરીકરણ છે, અને 2035 સુધીમાં આ આંકડો 60% થી વધુ થવાની ધારણા છે. રાજ્ય વ્યૂહાત્મક શહેરી આયોજન અને ડિઝાઇન, કાર્યક્ષમ કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને અને ગ્રીન સ્પેસની સ્થાપના સાથે શહેરી વિકાસ માટે સતત ટકાઉ મોડલને સક્રિયપણે અપનાવી રહ્યું છે. ગિફ્ટ સિટી અને ડ્રીમ સિટી જેવી નોંધપાત્ર પહેલો ભવિષ્યલક્ષી અર્બન સેન્ટર્સની રચના માટે ગુજરાતના સમર્પણનું ઉદાહરણ આપે છે, જે શહેરોના કોન્સેપ્શન (અવધારણા), પરસેપ્શન (સમજ) અને ડેવલપમેન્ટ (વિકાસ)માં ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસિસને હાઇલાઇટ કરે છે.
"ભારતની પ્રખ્યાત મોડેલ સુખપ્રીત કૌરે સુરતના સારોલી વિસ્તારમાં આત્મહત્યા કરી, જેનાથી ચકચાર મચી ગઈ. જાણો આ દુઃખદ ઘટનાની વિગતો, પોલીસ તપાસ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે."
"અમેઠીમાં લગ્ન સરઘસ દરમિયાન છત તૂટવાની દુ:ખદ ઘટનામાં 5 વર્ષની બાળકીનું મોત અને 35 લોકો ઘાયલ. વાયરલ વીડિયો, ઘાયલોની આપવીતી અને તાજેતરના સમાચાર સાથે સંપૂર્ણ વિગતો મેળવો."
"અમદાવાદમાં આગની ઘટનાઓ: પ્રહલાદનગર, ચંડોળા અને GIDCમાં ભયાનક આગ લાગવાના તાજા સમાચાર. જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ, ઈજાઓ અને ફાયર બ્રિગેડની કામગીરી વિશે જાણો."