Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વિરમગામ તાલુકામાં આરોગ્ય કેન્દ્ર પર વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી

વિરમગામ તાલુકામાં આરોગ્ય કેન્દ્ર પર વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર - પેટા આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્ર પર વિશ્વ હડકવા દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. 

Ahmedabad September 28, 2024
વિરમગામ તાલુકામાં આરોગ્ય કેન્દ્ર પર વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી

વિરમગામ તાલુકામાં આરોગ્ય કેન્દ્ર પર વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી

વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર - પેટા આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્ર પર જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ હડકવા દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.

જખવાડા અને કરકથલ ખાતે અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈ દ્વારા હડકવા રોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ પ્રાણી કરડે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સમજ આપવામાં આવી હતી. કોઈપણ પ્રાણી કરડે તો તુર્તજ તેને હડકવા વિરોધી રસી પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત કોઈપણ સરકારી દવાખાનામાં લેવી જોઈએ. આ રસી વિના મૂલ્ય આપવામાં આવે છે. રેબીઝ (હડકવા) એક જીવલેણ બીમારી છે જેનો બચાવ પૂર્ણ રીતે સંભવ છે.

હડકવા કુતરા બિલાડી વાંદરા જેવા પ્રાણીઓના કરડવા તથા નહોર મારવાથી થાય છે. કોઈપણ પ્રાણી કરડે તો ઘા ને સાબુ અને વહેતા પાણીથી તુરંત જ ધોઈ લેવા અને સ્પિરિટ/આલ્કોહોલ અથવા ઘરગથ્થુ એન્ટિસેપ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. ઘા પર મરચું, સરસવનું તેલ ઈત્યાદી જેવા કોઈ અન્ય પદાર્થ લગાડવા નહીં અને અંધવિશ્વાસથી બચવું. અમદાવાદ જિલ્લામાં દર અઠવાડિયે આશરે 200 જેટલા વ્યક્તિઓને હડકવા વિરોધી રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા રોગચાળ નિયંત્રણ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારે તમાકુનું સેવન ન કરવા માટે અપીલ કરી હતી. "જિંદગીને હા તમાકુને ના".

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
gandhinagar
June 04, 2025

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. 

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ
rajpipla
June 04, 2025

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો
ahmedabad
June 04, 2025

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.

Braking News

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું
November 20, 2024

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે ​​વિધાનસભા ચૂંટણીની શરૂઆતના ચિહ્નિત કરીને, થાણેના કોપરી-પચપાખાડીમાં મતદાન મથક પર મતદાન કર્યું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express