નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી. નાં હાથે ઝડપાયો
અકસ્માતની ઘટનામાં રાઇટરે ૪૦.૦૦૦ની લાંચ માંગી હતી પણ રકઝક બાદ ૧૦.૦૦૦ નક્કી કર્યા એ લાંચ લેતા રાઇટર રંગે હાથ ઝડપાયો.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટરે ફરીયાદીના પુત્ર તથા તેમના મિત્ર ખામરથી રાણીપરા ગામે જતો હતો તે વખતે મોટર સાયકલ વિરપોર બસ સ્ટેન્ડની નજીકમાં ખાડામાં પડી જતા તેમનો પુત્ર તથા મોટર સાયકલ પાછળ બેસેલ તેનો મીત્ર સમીરભાઇ પ્રેમાભાઇ વસાવા બંન્ને રોડની સાઇડમાં પડી ગયા બાદ સારવાર માટે રાજપીપલા હોસ્પીટલમાં દાખલ કરેલ હતા.
ફરીયાદીના પુત્રના મીત્ર સમીરભાઇ પ્રેમાભાઇ વસાવાને માથાના ભાગે ઇજાઓ થયેલ હતી જેથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરેલ હતો.અને ફરીયાદીના દિકરાને શરીરે ગંભીર ઇજા બાદ તેની સારવાર ચાલુ હતી તે દરમીયાન તા.૦૭/૦૭/ ૨૦૨૩ના રોજ તેમના પુત્રના મિત્ર સમીર ભાઇ વસાવાનું મોત થયું હોય તે બાબતે આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનાં દિકરા વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો, જેથી તે ગુનામાં ફરીયાદીના દિકરાને આમલેથા પોલીસ સ્ટેશનમાં અટક કરવામા આવ્યો અને તેની મોટર સાયકલ પણ આમલેથા પોલીસ સ્ટેશનમાં કબ્જે કરવામાં આવી.
આં બનાવમાં ફરીયાદી તથા તેમનો પુત્ર મોટર સાયકલ છોડાવવા જતા પોલીસ સ્ટેશનના રાયટર મનોજ વિઠ્ઠલભાઈ તડવી રહે.પુરાણી પાર્ક, રાજપીપળા એ રૂ.૪૦,૦૦૦/-ની માંગણી કરતા રકઝકના અંતે ૧૦, ૦૦૦/- હજાર રૂપીયા આપવાના નક્કી કર્યા બાદ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આરોપી રાઉટરે ફરીયાદી પાસે લાંચ પેટે રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી પકડાઇ જતાં નર્મદા એ.સી.બી.એ તેને ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"અમૂલ દૂધના ભાવમાં 1 મે, 2025થી પ્રતિ લીટર ₹2નો વધારો. અમૂલ ગોલ્ડ, તાજા, બફેલો દૂધ સહિતની તમામ બ્રાન્ડ્સના નવા ભાવ જાણો. મધર ડેરીએ પણ ભાવ વધાર્યા."
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."