Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • યાતાયાત કોર્પોરેશન IPO અપડેટ, સેબીમાં DRHP – રેવેન્યુ ₹448 કરોડ

યાતાયાત કોર્પોરેશન IPO અપડેટ, સેબીમાં DRHP – રેવેન્યુ ₹448 કરોડ

યાતાયાત કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડે IPO માટે DRHP ફાઇલ કર્યું – ફ્રેશ ઇશ્યૂ 77 લાખ શેર, OFS 56 લાખ. વર્કિંગ કેપિટલ માટે ફંડ, FY25માં ₹448 કરોડ રેવેન્યુ.

Mumbai December 26, 2025
યાતાયાત કોર્પોરેશન IPO અપડેટ, સેબીમાં DRHP – રેવેન્યુ ₹448 કરોડ

યાતાયાત કોર્પોરેશન IPO અપડેટ, સેબીમાં DRHP – રેવેન્યુ ₹448 કરોડ

ગુજરાતની લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ કંપની યાતાયત કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડે  તેના પ્રસ્તાવિત આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઇશ્યૂમાં 77.00 લાખ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર વેચાણકર્તા શેરધારક દ્વારા 56.00 લાખ સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે, જેની સાથે કુલ ઓફર સાઇઝ 1.33 કરોડ સુધીના ઇક્વિટી શેરની થાય છે. યાતાયાત કોર્પોરેશન ઈન્ડિયા આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા, તેની વિવેકબુદ્ધિ મુજબ રૂ. 100 કરોડ સુધીના ઇક્વિટી શેરના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી શકે છે.

ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના છે. યાતાયાત કોર્પોરેશન રોડ લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં કાર્યરત છે, જેનો વ્યવસાય ફુલ ટ્રક લોડ (એફટીએલ) ટ્રાન્સપોર્ટેશન પર કેન્દ્રિત છે, જે ભારતમાં મુખ્ય લોજિસ્ટિક્સ કોરિડોરમાં પોઈન્ટ-ટુ-પોઈન્ટ ફ્રેઈટ મુવમેન્ટ પ્રદાન કરે છે અને 12 રાજ્યોમાં 34 શાખાઓ તથા 1 વેરહાઉસ દ્વારા સમર્થિત છે.

તેના લોજિસ્ટિક્સ પ્લેટફોર્મને બધાથી અલગ પાડતી બાબત છે તેની ક્રોસ-બોર્ડર નિકાસ ક્ષમતા, ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. તે ભારતના કોઈપણ પ્રદેશથી બેનાપોલ, બાંગ્લાદેશ સુધી પ્રતિબદ્ધ અને એક્સપ્રેસ ડિલિવરી સર્વિસીઝ પૂરી પાડે છે. અન્ય સર્વિસીઝમાં પાર્ટ ટ્રક કાર્ગો સર્વિસીસ, એક્સપ્રેસ ફ્રેઈટ, ઓવર ડાયમેન્શનલ કાર્ગો ફ્રેઈટ અને મલ્ટી મોડલ ફ્રેઈટ ઉપરાંત કસ્ટમ હાઉસ એજન્ટ સર્વિસીસ, ફ્રેઈટ ફોરવર્ડિંગનો સમાવેશ થાય છે, જે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની દ્વારા થાય છે. તે એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ પર કામ કરે છે, મર્યાદિત સંખ્યામાં પોતાની માલિકીના ફ્લીટને જાળવી રાખે છે તથા ફ્લીટ માલિકો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરોના વ્યાપક નેટવર્કનો લાભ લે છે. આઈબીએ દ્વારા માન્ય ગુડ ટ્રાન્સપોર્ટ એજન્સી, હાઇબ્રિડ ઓપરેટિંગ મોડેલને અનુસરે છે તથા પોતાની માલિકીના વાહનો અને થર્ડ પાર્ટી ફ્લીટ ઓપરેટરોનો ઉપયોગ કરે છે, જે મૂડી મેનેજ કરવા સાથે સ્કેલેબિલિટીને સક્ષમ બનાવે છે.

યાતાયાતના ગ્રાહકો કૃષિ અને કૃષિ-ઇનપુટ્સ, બિલ્ડિંગ મટિરિયલ્સ અને કન્સ્ટ્રક્શન, રસાયણો તથા તેને સંલગ્ન ઉદ્યોગો, ઊર્જા અને વીજળી, એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક ઉત્પાદન, આઇટી અને ટેકનોલોજી સોલ્યુશન્સ, ધાતુઓ અને ખાણકામ, કાપડ અને તૈયાર વસ્ત્રો તેમજ અન્ય ઔદ્યોગિક અને ગ્રાહક ક્ષેત્રોમાં ફેલાયેલા છે. વાયસીઆઈલ દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રોડક્ટ્સનો ટ્રાફિક નાણાંકીય વર્ષ 2023માં 5.7 લાખ મેટ્રિક ટનથી વધીને નાણાંકીય વર્ષ 2025માં 11.03 લાખ મેટ્રિક ટન થયો છે. 30 જૂન, 2025ના સમયગાળા માટે તે 2.74 લાખ મેટ્રિક ટન હતો.

જાહેર કરાયેલા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ મુજબ, યાતાયાત કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025માં કામગીરીથી રૂ. 448.13 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 348.34 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 269.09 કરોડ હતી, જે ફ્રેઇટ વોલ્યુમ અને રૂટ વિસ્તરણમાં સ્થિર વૃદ્ધિ દર્શાવે છે. ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2025માં રૂ. 30.01 કરોડ રહ્યો હતો, જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 14.95 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 6.40 કરોડ હતો, જ્યારે નફાનું માર્જિન નાણાંકીય વર્ષ 2024માં 4.29 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2025માં 6.70 ટકા થયું હતું. 30 જૂન, 2025ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળા માટે, કંપનીએ રૂ. 119.68 કરોડની આવક અને રૂ. 7.83 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસ, ઉત્પાદન અને વપરાશમાં વધારો, જીએસટીના અમલીકરણ પછી સપ્લાય ચેઇનનું ઔપચારિકીકરણ અને પીએમ ગતિ શક્તિ જેવી સરકારી પહેલ છે. ડીઆરએચપીમાં જણાવ્યા મુજબ, વૈશ્વિક લોજિસ્ટિક્સ બજારનો વિકાસ દર, 2019માં 10.9 ટ્રિલિયન યુએસ ડોલરથી વધીને 2030 સુધીમાં 21.3 ટ્રિલિયન યુએસ ડોલર થવાનો અંદાજ છે, જે આ ક્ષેત્ર માટે મજબૂત લાંબા ગાળાની માંગના પરિબળો રજૂ કરે છે.

આ ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટિંગ કરવાની યોજના છે. યુનિસ્ટોન કેપિટલ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

ટ્વિટરનું નામ બદલાયું, લોગો પણ બદલાયો; જાણો શું છે ઈલોન મસ્કનો પ્લાન
ટ્વિટરનું નામ બદલાયું, લોગો પણ બદલાયો; જાણો શું છે ઈલોન મસ્કનો પ્લાન
July 24, 2023

ટ્વિટરના માલિક એલોન મસ્કે બ્લુ બર્ડ લોગોને 'X' લોગોથી બદલવાનો નિર્ણય કર્યો છે. મસ્કએ કહ્યું કે જો આજે રાત્રે સારો 'X' લોગો પોસ્ટ કરવામાં આવશે તો આવતીકાલે અમે તેને સમગ્ર વિશ્વમાં જીવંત બનાવીશું. મસ્કના નિર્ણય પર ઘણા યુઝર્સે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
April 14, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express