“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર જીટીયુ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે -પ્રો. ડૉ. પંકજરાય પટેલ
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગમય વિશ્વનું સેવેલ સ્વપ્ન ખરા અર્થમાં ચરીતાર્થ થયેલું જોવા મળી રહ્યું છે, સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU ) દ્વારા પણ આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર યોગ દિવસની ઉજવણી જીટીયુ ચાંદખેડા ખાતે કરાઈ હતી.
આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે. જીટીયુના બીઓજી મેમ્બર શ્રી અભિમન્યુ સમ્રાટ, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર વિવિધ પીજી સ્કૂલના ડાયરેક્ટર્સ , જીટીયુના કર્મચારીઓ તથા ચાંદખેડા , મોટેરા અને જીટીયુ નિ:શુલ્ક યોગ કેન્દ્રના 600થી વધુ યોગભ્યાસુઓએ ભાગ લિધો હતો.
યોગ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ,પતંજલી , કેચ ફાઉન્ડેશન સહિત 8 સામાજીક સંસ્થાઓ જીટીયુ સાથે જોડાઈને બહોળી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતાં. વિશેષ ઉજવણી સ્વરૂપે જીટીયુ દ્વારા G-20 અંતર્ગત 100થી વધુ સંલગ્ન સંસ્થામાં 7 દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું.
આ ઉપરાંત યોગ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલ રાજપૂત જીટીયુ ખાતે ઉપસ્થિત રહીને યોગ સંવાદ કર્યો હતો. શિક્ષણ વિભાગ આયોજીત સામૂહિક સૂર્ય નમસ્કારનું પણ જીટીયુ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જીટીયુ ખાતે પણ 2 દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલી યોગ સમિતિના તજજ્ઞો દ્વારા ભાગ લેનાર તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દિવસની સફળ ઉજવણી અને સૂચારૂ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે સ્પોર્ટ્સ ઓફિસર ડૉ આકાશ ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."