Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનું મોત, આંદોલન ચીમકી : બ્રિજરાજ સોલંકી

કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનું મોત, આંદોલન ચીમકી : બ્રિજરાજ સોલંકી

વડોદરા કોર્પોરેશન બેદરકારીથી યુવાન મોત થયું. AAP બ્રિજરાજ સોલંકીએ ગેટ કૂદી આવેદન આપ્યું, અધિકારી સસ્પેન્ડ અને 5 કરોડ વળતર માંગ કરી.

Ahmedabad December 29, 2025
કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનું મોત, આંદોલન ચીમકી : બ્રિજરાજ સોલંકી

કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનું મોત, આંદોલન ચીમકી : બ્રિજરાજ સોલંકી

અમદાવાદ/વડોદરા/ગુજરાત :  વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર પ્રભારી અશોક ઓઝાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા હતાં અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. તેમ છતાં આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ દ્વારા ગેટ કૂદી ડેપ્યુટી કમિશનર કરીને આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરી હતી. જો આગામી દિવસોમાં પીડિત પરિવારને ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આમ આદમી પાર્ટીએ ઉચ્ચારી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ મ્યુનિસિપલ કમિશનર સામે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભામાં કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન અને સંબંધિત કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે. જાહેર સલામતી માટે જરૂરી  પગલાં લેવામાં ન આવતા એક યુવાનનો જીવ ગયો છે, જે સમગ્ર શહેર માટે એક ચિંતાનો વિષય છે. આમ આદમી પાર્ટી સમગ્ર વડોદરા શહેર તરફથી કોર્પોરેશન સમક્ષ માંગ કરે છે કે આ ઘટના મુદ્દે તાત્કાલિક, નિષ્પક્ષ  તથા પારદર્શક તપાસ કરવામાં આવે અને જવાબદારો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અમારી માંગ છે કે આ ઘટનામાં જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. અમારી વધુ માંગ છે કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારી સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. મૃતકના પરિવારને પાંચ કરોડનું વળતર ચૂકવવામાં આવે. આવી દુર્ઘટના ફરીથી ન બને એ માટે શહેરમાં ચાલી રહેલા તમામ જોખમી વિકાસ કાર્યોની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
new delhi
March 18, 2026

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.

Braking News

અફઘાનિસ્તાનના ઓપનર ઝદરાને ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો
અફઘાનિસ્તાનના ઓપનર ઝદરાને ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો
November 08, 2023

અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટર ઈબ્રાહિમ ઝદરાને સોમવારે ઈતિહાસ રચ્યો હતો, જે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં તેના દેશનો પ્રથમ સદી કરનાર બન્યો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express