યુવરાજસિંહે લોકસભા ચૂંટણી લડવા અંગે કરી મોટી જાહેરાત
યુવરાજ સિંહે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યારથી તે ક્રિકેટ એક્શનથી દૂર છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે 2011 વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર સક્રિય રાજકારણમાં આવવાની તૈયારી કરી ચૂક્યો છે અને ગૌતમ ગંભીરની જેમ લોકસભા ચૂંટણીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
થોડા જ દિવસોમાં દેશમાં ફરી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને દર વખતની જેમ આ વખતે પણ બી સ્પોર્ટ્સ જગતના ઘણા ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા હોવાના અહેવાલ છે. છેલ્લા કેટલાક દિવસોથી ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ વિશે પણ આવા સમાચાર સામે આવી રહ્યા છે.
જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ ક્રિકેટર પંજાબથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. હવે યુવરાજે પોતે આ મામલે નિવેદન જાહેર કર્યું છે અને જાહેરાત કરી છે કે તેઓ હાલમાં ચૂંટણીના રાજકારણથી દૂર છે.
તાજેતરમાં, વિવિધ મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપ પંજાબના ગુરદાસપુરથી યુવરાજ સિંહને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી શકે છે.
અહેવાલ છે કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પીઢ ક્રિકેટરને મળ્યા હતા અને આ વિશે વાત કરી હતી. સ્ટાઇલિશ ડાબોડી બેટ્સમેને પોતે ટ્વિટ કરીને તમામ અફવાઓ અને અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે કે આ દાવાઓ ખોટા છે.
પંજાબ કિંગ્સનો ગ્લેન મેક્સવેલ IPLની વચ્ચે જ બહાર થવાનો છે. તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી તેમના સ્થાને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.