ZEISS મેડિકલ ટેક્નોલોજી ભારતમાં વધી રહેલા ડાયાબિટીક રેટિનોપેથીના કેસો સામે લડત ચલાવા માટે અમદાવાદના ડોકટરોને સક્ષમ બનાવે છે
નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ અંતર્ગત ભારતમાં ZEISS ગ્રૂપ પોતાના મેડિકલ ટેક્નોલોજી (MED) વિભાગ સાથે ડાયાબિટીક આંખના રોગોની વધતી જતી સમસ્યા સામે લડવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.
અમદાવાદ : નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ અંતર્ગત ભારતમાં ZEISS ગ્રૂપ પોતાના મેડિકલ ટેક્નોલોજી (MED) વિભાગ સાથે ડાયાબિટીક આંખના રોગોની વધતી જતી સમસ્યા સામે લડવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ –ઈન્ડિયા ડાયાબિટીસ (ICMR INDIAB)મુજબ વર્ષ 2023માં 10.1 કરોડ કેસ સાથે ભારત વૈશ્વિક સ્તરે ડાયાબિટીસમાં મોખરે છે. ડાયાબિટીક રેટિનોપેથી (DR) ડાયાબિટીસની એક જટિલતા અને દ્રષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ છે.
ડાયાબિટીસ ધરાવતી પાંચ વ્યક્તિમાંથી લગભગ એક વ્યક્તિને ડાયાબિટીક રેટિનોપેથીની અસર હોય છે,જેનાથી ભારતમાં 13 મિલિયન (1.30 કરોડ) લોકો પ્રભાવિત છે અને 6.5 મિલિયન(65 લાખ) લોકો ડાયાબિટીક રેટિનોપેથીમારફતે દ્રષ્ટિ માટે જોખમનો સામનો કરે છે. (સ્ત્રોત: રિસર્ચગેટ) આ આંકડાઓ ડીઆરનું અસરકારક રીતે નિદાન અને સંચાલન કરવા માટે અદ્યતન ટેકનોલોજીની આવશ્યકતાને પ્રકાશિત કરે છે.
અમદાવાદની ઓક્યુરા આઈ હોસ્પિટલના રેટિના સ્પેશિયાલિસ્ટ ડો. ગઝલા મન્સૂરી કહે છે, ''એક નેત્ર ચિકિત્સક તરીકે હું આપણા દેશમાં ડાયાબિટીક રેટિનોપેથીના કેસોમાં ચિંતાજનક રીતે થઈ રહેલા વધારા અંગે ખૂબ જ ચિંતિત છું. આ રોગચાળો આપણા લાખો નાગરિકોની દ્રષ્ટિ અને જીવનની ગુણવત્તાને જોખમમાં મૂકે છે. આ નિર્ણાયક પરિસ્થિતિમાં ZEISSની મેડિકલ ટેક્નોલોજી અદ્યતન નિદાન અને ઇમેજિંગ તકનીકોમાં અગ્રણી તરીકે ઉભરી આવી છે, જે નેત્ર ચિકિત્સક સમુદાયને તેના પ્રારંભિક તબક્કામાં ડાયાબિટીક રેટિનોપેથીના નિદાન માટે સશક્ત બનાવે છે. ZEISSની નવીન તકનીકી-અદ્યતન સોલ્યૂશન્સ સમયસર સારવાર પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે એટલું જ નહીં પણ દર્દીને શ્રેષ્ઠ અનુભવ અને પરિણામની પણ ખાતરી આપે છે. વધતા જતા આ હેલ્થકેર પડકાર સામેની અમારી લડાઈમાં ZEISS એક અમૂલ્ય ભાગીદાર બની ગયું છે.''
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.