રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આદિવાસી કન્યાઓ સાથે વિરમપુરમાં વિતાવી રાત, વહેલી સવારે બાલિકાઓને કરાવ્યા યોગ!
બનાસકાંઠાના વિરમપુરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ કન્યા નિવાસી શાળામાં રાત્રિ રોકાણ કર્યું અને બાલિકાઓ સાથે યોગ કર્યા.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) એ બનાસકાંઠાના વિરમપુર (Virampur) ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં સાદગીપૂર્ણ રાત્રી નિવાસ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. 19 જાન્યુઆરી, 2026 ના રોજ રાજ્યપાલશ્રીએ શાળાની બાલિકાઓ સાથે સૂર્યોદય સમયે યોગાભ્યાસ (Yoga) માં ભાગ લઈ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો મંત્ર આપ્યો હતો.
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા સંચાલિત આ નિવાસી શાળામાં રાજ્યપાલશ્રીએ આદિવાસી સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની સહજતાને નજીકથી અનુભવી હતી.
રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના મેદાનમાં વિદ્યાર્થીનીઓ સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, યોગ (Yoga) એ માત્ર કસરત નથી પણ માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટેની ચાવી છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
રાજ્યપાલશ્રીએ વિરમપુર જેવી અંતરિયાળ વિસ્તારની શાળામાં રોકાણ કરીને આદિવાસી બાલિકાઓમાં શિક્ષણ અને શિસ્ત પ્રત્યે ઉત્સાહ જગાડ્યો હતો. તેમણે બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીની આત્મીયતા જોઈને શાળાની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફમાં ખુશીની લહેર જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલના આ સાદગીપૂર્ણ અભિગમે સોશિયલ મીડિયા પર પણ લોકોના દિલ જીતી લીધા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.