Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો અનોખો સમન્વય: ડેટા સેન્ટરનો શુભારંભ

અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો અનોખો સમન્વય: ડેટા સેન્ટરનો શુભારંભ

અંબાજી મંદિરમાં ડેટા સેન્ટરનો શુભારંભ, પ્રસાદ, દાન, ભાદરવી પૂનમ મેળાની સેવાઓ હવે ઝડપી અને પારદર્શક રીતે મળશે.

Ahmedabad August 08, 2025
અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો અનોખો સમન્વય: ડેટા સેન્ટરનો શુભારંભ

અંબાજી મંદિરમાં ધર્મ અને ટેકનોલોજીનો અનોખો સમન્વય: ડેટા સેન્ટરનો શુભારંભ

ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે ધર્મ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો શુભારંભ થયો. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી.

આ ડેટા સેન્ટર દ્વારા યાત્રાળુઓને મળતી સેવાઓ હવે વધુ પારદર્શક, ઝડપી અને સરળ બનશે. દર વર્ષે કરોડો માઈભક્તો અંબાજી મંદિરના દર્શન માટે આવે છે. આ ભક્તો માટે પ્રસાદ વિતરણ, ઓનલાઇન દાન, સુવર્ણ શિખર દાન, સાડી કેન્દ્ર, ધાર્મિક વેચાણ કેન્દ્ર, ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રી સંઘની નોંધણી, સેવા કેમ્પ અને વાહન પાસ જેવી સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આધુનિક ડિજિટલ યુગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સના ભાગરૂપે આ ડેટા સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટ્રલાઈઝ સર્વરબેઝ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓને કોમ્પ્યુટરાઈઝ્ડ સેવાઓ મળશે, જેમાં રિપોર્ટિંગ, સુપરવિઝન, ઓડિટ અને ડેટા એનાલિસીસ જેવી પ્રક્રિયાઓ આધુનિક ટેકનોલોજીથી સંચાલિત થશે.

અંબાજી મંદિર દ્વારા વાર્ષિક ૧.૨૦ કરોડ મોહનથાળ પ્રસાદનું વેચાણ થાય છે, જ્યારે લગભગ ૫૦ કરોડ રૂપિયાનું દાન ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય છે. આ ડેટા સેન્ટર આવી તમામ પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવશે, જેનાથી ભક્તોને સીધો લાભ થશે.

આ પ્રસંગે શ્રી મિહિર પટેલ અને અંબાજી મંદિરના વહીવટદાર શ્રી કૌશિક મોદીએ મંત્રીશ્રીને મંદિર ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગે વિગતવાર માહિતી આપી. આ ડેટા સેન્ટર યાત્રાળુઓ માટે એક નવી સુવિધા તરીકે ઉભરી આવશે, જે ગુજરાતના યાત્રાધામોમાં ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ બનશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ  દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો
વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો
June 09, 2023

જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે વિવિધ  વિષયો પર નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ,ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express