Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લીવરને સ્વસ્થ રાખતા ફળો

લીવરને સ્વસ્થ રાખતા ફળો

લિવર શરીરનું મહત્વપૂર્ણઅંગ છે. તે શરીરને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે. શરીરમાંના ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. તેમજ રોજિંદા આહારને પચાવામાં મદદ કરે છે. તે પ્રોટીનનું નિર્માણ કરે છે. તેમજ જરૂરી પોષક તત્વોનેચરબીમાં પરિવર્તિત કરે છે. લાંબા સમય સુધી લિવરને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં સુધારો કરવો જરૂરી છે. લિવરને સ્વસ્થ રાખતા ફળોનું ખાસ કરીન ેસેવન કરવું જોઇએ. 

Ahmedabad February 04, 2023
લીવરને સ્વસ્થ રાખતા ફળો

લીવરને સ્વસ્થ રાખતા ફળો

સફરજન

સફરજન લિવરને ડિટોક્સ કરે છે. તે શરીરમાં આર્યનની કમી દૂર કરે છે. તેમજ કોલસ્ટ્રોલમાં સુધારો કરે છે અને પાચનક્રિયાને વ્યવસ્થિત રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. 

 બેરીઝ

બેરીઝમાં સમાયેલ પોલીફેનોલ લિવરને સ્વસ્થ રાખે છે. આ ફળનું સેવન કરવાથી રોગપ્રતિરોધ ક્ષમતા વધે છે. બેરીઝમાં પોષક તત્વો ભરપુર માત્રામાં સમાયેલા છે. 

દ્રાક્ષ

દ્રાક્ષ લાલ, કાળી અને લીલી એમ ત્રણ રંગની મળે છે. દ્રાક્ષમાં ન્યૂએન્ટસ સમાયેલા હોય છે. કાળી અન ેલાલ દ્રાક્ષના સેવનથી લિવર સ્વસ્થ રહે છે. લિવરમાં સોજો થયો કે પછી સામાન્ય ઇન્ફેકશન થયું હોય તો દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. 

કેળા

કેળા ઘણી સામાન્ય બીમારીઓમાં ગુણકારી નીવડયા છે. પેટની સામાન્ય તકલીફ, અપચો, તેમજ નબળાઇ લાગતી હોય તો કેળાનું સેવન કરવાથી રાહત થાય છે. વાસ્તવમાં લવિર પર સોજો આવે છે ત્યારે પાચનક્રિયા મંદ પડી જતી હોય છે અને આહારનું પાચન થતું નથી. તેથી તેવામાં સુપાચ્ય ભોજન કરવું જોઇએ.તબીબની સલાહ લઇને કેળાનું સેવન કરી શકાય છે. 

જોકે લિવર શરીરનું મુખ્ય અંગ હોવાથી તબીબની સલાહ અનુસાર દવા અને ફળોનું સેવન કરવું.

તજ ભેળવેલ દૂધ પીવાના ફાયદા

દૂધમાં તજનો ભુક્કો ભેળવીને પીવાથી પેટમાં ગેસની તકલીફથી રાહત અપાવે છે. આ દુધ પાચનતંત્રને સુધારકીને પાચન સંબંધીઓની તકલીફ દૂર કરે છે. 

અનિંદ્રાની તકલીફ હોય તો, રાતના સૂતા પહેલા તજયુક્ત દૂધ પીવું.

બ્લડ સુગરના લેવલને અંકુશમાં લાવવા માટે તજ એક સારો નુસખો છે. ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીઓમાટે તજ ભેળવેલું દૂધ ફાયદો કરે છે. 

તાણ દૂર કરવાની સાથેસાથે વા તેમજ હાડકાઓની તકલીફમાં પણ રાહત માટે દૂધમાં તજ ભેળવીને પીવું.

તજવાળું દૂધ પીવાનો સૌથી વધુ ફાયદો ત્વચા પર જોવા મળશે.ત્વચા પરના ડાઘા દૂર થાય છે. તેમજ ત્વચા ચમકીલી થાય છે. 

જોકે તજ શરીરને માફક આવે છે કે નહીં તે અવશ્ય જાણી લેવું.

રસોડામાં મોજૂદ મસાલાઓના સેવનના ફાયદા

જીરૂનો ભુક્કો

જીરાનો ઉપયોગ રસોઇમાં સ્વાદ અને સોડમ વધારવા માટે કરવામાં ાવતો હોય છે. તેમાં પ્રચુર માત્રામાં ફાઇબર સમાયેલું હોય છે. જીરાને શેકી ઠંડુ પડે પછી ભુક્કો કરી ઝીણું વાટી લેવું.મધ અથવા પાણી સાથે પેસ્ટ બનાવી કાલી  પેઠે ખાવાથી ખોરાકને પચાવામાં મદદ મળે છે.

હીંગ

એસિડિટ અને ખાટા ઓડકારોની સમસ્યા માટે હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. અપચાને દૂર કરવા માટે પણ હીંગ રામબાણ ઇલાજ છે. હીંગ વાનગીમાં સોડમ અને સ્વાદ વધારે છે. તેમજ સાથેસાથે ગેસ, અપચો અને એસિડિટીથી પણ રાહત મળે છે. પેટમાં ગેસ ભરાઇ જતા પેટ ફૂલેલું લાગે તો  હીંગનો લેપ ડૂંટીની આસપાસ કરવામાં આવે છે જેથી  ગેસ છૂટે છે. 

અજમો

અપચાના કારણે થતા ગેસ અને એસિડિટી માટે અજમો એક ઉત્તમ નુસખો છે. પેટનો દુખાવો, પેટમાં વીંટ આવવી, પેટ ફુલવુ જેવા લક્ષણો સામાન્ય રીતે અપચાના હોય છે. તેથી શેકેલો અજમો ફાકવાથી રાહત થાય છે.

આદુ

એસિડિટીને કારણે પેટ ફુલતું જણાય કે પછી પેટમાં તકલીફ થતી હોય તો તરત જ આદુનો ઉપયોગ કરવો.આદુમાં અક એવો ગુણ છે આંતરડામાં થયેલા ગેસને દૂર કરે છે, તેથી પેટમાં રાહત થાય છે. 

લીંબુ

લીંબુમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે. કોવિડ-૧૯ દરમિયાન તબીબોએ પણ વિટામિન સી લેવાની સલાહ આપી હતી. વિટામિન સી ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. તેનાથી લિવર સાફ રહે છે. લીંબુમાં સમાયેલા તત્વ લિવરની કોશિકાઓને સક્રિય કરે છે. લીંબુ પાણી પીવાથી પણ ફાયદો થાય છે. 

એલચી

આ એક કુદરતીમાઉથ ફ્રેશનર છે. તેમાં આવશ્યક તેલ સમાયેલું હોય છે જે લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે અને એસિડિટીથી થનારી બળતરાને દૂર કરેીને ખાવા પ્રત્યેની અરૂચિને દૂર કરે છે.  

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

હાઈ બ્લડ પ્રેશરની દવાથી છુટકારો મળવાની આશા, શું વર્ષમાં ફક્ત બે ઈન્જેક્શનથી આ રોગ નિયંત્રિત થશે?
ahmedabad
February 16, 2026

હાઈ બ્લડ પ્રેશરની દવાથી છુટકારો મળવાની આશા, શું વર્ષમાં ફક્ત બે ઈન્જેક્શનથી આ રોગ નિયંત્રિત થશે?

બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે દવાઓ લે છે. જો કે, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષમાં ફક્ત બે ઈન્જેક્શનથી આ સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે.

ગુસ્સો હૃદય માટે ખતરનાક. સંશોધનમાં ખુલાસો – 2 કલાકમાં હાર્ટ અટેકનું જોખમ 5 ગણું વધે છે
ahmedabad
February 16, 2026

ગુસ્સો હૃદય માટે ખતરનાક. સંશોધનમાં ખુલાસો – 2 કલાકમાં હાર્ટ અટેકનું જોખમ 5 ગણું વધે છે

ગુસ્સો હૃદય માટે ખતરનાક. જોન્સ હોપકિન્સ સંશોધનમાં ખુલાસો – અચાનક ગુસ્સો આવે ત્યારે 2 કલાકમાં હાર્ટ અટેકનું જોખમ 5 ગણું વધી જાય છે. ગુસ્સો કાબૂમાં રાખવા યોગ-ધ્યાન કરો. હાર્ટ હેલ્થ માટે મહત્વપૂર્ણ સલાહ. વિગતો જુઓ.

ખુશખબર: મહિલાઓમાં કેન્સરની સારવાર હવે થશે વધુ સુરક્ષિત, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ શોધી કાઢી નવી 'જેલ' ટેકનોલોજી!
ahmedabad
January 20, 2026

ખુશખબર: મહિલાઓમાં કેન્સરની સારવાર હવે થશે વધુ સુરક્ષિત, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ શોધી કાઢી નવી 'જેલ' ટેકનોલોજી!

ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ હાયલ્યુરોનિક એસિડ (sHA) જેલ દ્વારા ગાયનેકોલોજિકલ કેન્સરની સારવાર વધુ સુરક્ષિત બનાવી. રેડિયેશનની આડઅસરો ઘટાડવામાં મળી સફળતા.

Braking News

ઉનાળામાં નારંગીનો રસ પીવાના ફાયદા
ઉનાળામાં નારંગીનો રસ પીવાના ફાયદા
April 18, 2025

ઉનાળાની ઋતુમાં નારંગીનો રસ પીવો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ફળોના રસમાં વિટામિન સી, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express