ICICI Prudential Life નો ચોખ્ખો નફો ૨૬% વધી ₹60 કરોડ થયો
ICICI Prudential Life નો H1-FY26 માં નફો ૨૬% વધી ₹૬૦૧ કરોડ થયો. GST મુક્તિ બાદ Protection Segment માં જોરદાર ગ્રોથ, VNB માર્જિન ૨૪.૫%. ૯૯.૩% ક્લેમ સેટલમેન્ટ.
અમદાવાદ: ICICI Prudential Life Insurance એ નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિના (H1-FY26) માટે ઉત્તમ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધીને ₹601 કરોડ થયો છે. આ વધારા પાછળના મુખ્ય કારણોમાં લાઇફ ઇન્શ્યોરન્સ પરની ભારત સરકાર દ્વારા અપાયેલ GST મુક્તિને કારણે ગ્રાહકોનો હકારાત્મક પ્રતિસાદ અને કંપનીનો પ્રોટેક્શન સેગમેન્ટમાં સતત ૩૧% CAGR ગ્રોથ છે. કંપનીના MD અને CEO શ્રી અનુપ બગચીએ જણાવ્યું કે ગ્રાહકોને GST મુક્તિનો લાભ મળી રહ્યો છે, જેનાથી પ્રીમિયમની ચૂકવણી પર બચત થઈ રહી છે અને લાઇફ ઇન્શ્યોરન્સ હવે વધુ 'accessible' અને 'affordable' બન્યો છે.
ICICI Prudential Life Insuranceના પરિણામો દર્શાવે છે કે કંપની નફાકારકતા અને વૃદ્ધિની દ્રષ્ટિએ મજબૂત સ્થિતિમાં છે. કંપનીનો અભિગમ 'યોગ્ય ચેનલ મારફતે યોગ્ય કિંમતે યોગ્ય ગ્રાહકને યોગ્ય પ્રોડક્ટ' ઓફર કરવાનો રહ્યો છે, જેના પરિણામે આ વૃદ્ધિ જોવા મળી છે.
મીડિયા અહેવાલ મુજબ, કંપનીની વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ (VNB) ₹૧,૦૪૯ કરોડ નોંધાઈ છે, જેમાં VNB માર્જિન ૨૪.૫ ટકા પર મજબૂત રહ્યું છે. કંપનીની એમ્બેડેડ વેલ્યુ (EV) ૯.૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે ₹૫૦,૫૦૧ કરોડના સ્તરે પહોંચી છે.
સમ એસ્યોર્ડની સિદ્ધિ: ગ્રાહકો દ્વારા લેવામાં આવેલ લાઈફ કવરની રકમ (ન્યુ બિઝનેસ સમ એસ્યોર્ડ) ૧૯.૩ ટકા વધીને ₹૬.૭૭ લાખ કરોડ થઈ છે. કંપનીનું કૂલ ઇન-ફોર્સ સમ એસ્યોર્ડ ₹૪૨.૧૬ લાખ કરોડ જેટલું વિશાળ છે.
Protection Segment ગ્રોથ: GST માંથી મુક્તિની સૌથી મોટી અસર રિટેલ પ્રોટેક્શન કેટેગરીમાં સ્પષ્ટપણે જોવા મળી છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ૩૧ ટકાના CAGR થી વધ્યો છે.
કંપનીએ કાર્યદક્ષતા વધારવા માટે વિવિધ પહેલો શરૂ કરી છે, જેના કારણે કોસ્ટ-ટુ-પ્રીમિયમ રેશિયો ૨૮૦ બેસિસ પોઇન્ટ ઘટીને ૧૨.૭૦ ટકા થયો છે. ગ્રાહક વિશ્વાસ અને સંતોષના સંકેતરૂપે, કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ૯૯.૩ ટકા જેટલો ઊંચો નોંધાયો છે. વધુમાં, નોન-ઇન્વેસ્ટીગેટેડ ક્લેમ્સ માટે સરેરાશ ટર્ન અરાઉન્ડ સમય માત્ર ૧.૧ દિવસ રહ્યો છે, જે ગ્રાહકોને ઝડપી સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપનીનો સોલ્વેન્સી રેશિયો પણ રેગ્યુલેટરી જરૂરિયાત (૧૫૦%) સામે ૨૧૩.૨% છે, જે તેની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે.
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.
ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?