IND VS AUS: ટીમ ઈન્ડિયાને બેવડો ફટકો, સિરીઝ પણ હારી અને તાજ પણ છીનવાઈ ગયો!
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને કારમી હાર મળી છે. ચેન્નાઈ વનડેમાં ઓસ્ટ્રેલિયા 21 રને જીત્યું. આ હાર સાથે ભારતીય ટીમ હવે નંબર 1 વનડે ટીમ રહી નથી.
ભારતીય ક્રિકેટ ટીમને તેના જ ઘરમાં હરાવવા લગભગ અશક્ય માનવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ આ અશક્ય કામ કરી બતાવ્યું છે. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 270 રનની જરૂર હતી પરંતુ તે આ હાંસલ કરી શકી નહીં. ભારતીય ટીમ 49.1 ઓવરમાં માત્ર 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ હારને કારણે ટીમ ઈન્ડિયા ન માત્ર સીરીઝ હારી ગઈ પરંતુ તેની સાથે તેના માથા પરથી તાજ પણ છીનવાઈ ગયો.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ પર કબજો જમાવતાની સાથે જ ટીમ ઈન્ડિયા નંબર 1 ટીમ નથી રહી. ભારતીય ક્રિકેટ ટીમ વનડે સીરીઝ દરમિયાન નંબર 1 ટીમ તરીકે મેદાનમાં ઉતરી હતી, પરંતુ સીરીઝ હારી જતા જ આ તાજ તેના માથા પરથી હટી ગયો છે.
જો ઓસ્ટ્રેલિયા આ સીરીઝ 2-1થી હારી ગયું હોત તો આ ટીમ ચોથા નંબરે સરકી ગઈ હોત. ન્યુઝીલેન્ડ બીજા સ્થાને પહોંચી ગયું હોત અને ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ હોત, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ભારતને તેના જ ઘરે હરાવ્યું.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમે ભારતમાં રમાયેલી છેલ્લી 3 ODI શ્રેણીમાંથી 2 જીતી છે. વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા 0-2થી પાછળ હતું પરંતુ તેમ છતાં તેણે સતત ત્રણ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ વખતે પણ ઓસ્ટ્રેલિયા 0-1થી પાછળ હતું અને ફરી એકવાર તેણે વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.