ખુશખબર: જૂનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતો હવે વિદેશમાં વેચશે કેરી અને ચીકુ! જાણો APEDA ફાર્મ રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા
જૂનાગઢ અને ગીર સોમનાથ ના ખેડૂતો હવે કેરી, ચીકુ અને શાકભાજીની વિદેશમાં નિકાસ કરી શકશે. APEDA ફાર્મ રજીસ્ટ્રેશનની સંપૂર્ણ માહિતી અહીં મેળવો.
જૂનાગઢ (Junagadh) અને ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના બાગાયતી પાકો પકવતા ખેડૂતો માટે હવે આંતરરાષ્ટ્રીય બજારના દ્વાર ખુલ્યા છે. APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) હેઠળ ફાર્મ રજીસ્ટ્રેશન કરાવીને ખેડૂતો પોતાની ખેત પેદાશોની વિદેશમાં નિકાસ કરી શકશે.
સૌરાષ્ટ્રના કૃષિ હબ ગણાતા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 'લોકલ ટુ ગ્લોબલ' વિઝનને સાકાર કરવા માટે બાગાયતી વિભાગ દ્વારા નિકાસ પ્રોત્સાહન અભિયાન તેજ કરવામાં આવ્યું છે. 2026 ના વર્ષમાં ગુજરાતના ફળો અને શાકભાજીની વૈશ્વિક માંગમાં વધારો થયો છે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતોને આપવા માટે ખાસ આયોજન કરાયું છે.
બાગાયતી ખેતી કરતા ખેડૂતો નીચે મુજબના પાકો માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે:
ફળો: કેરી (ખાસ કરીને કેસર), ચીકુ, જામફળ, સીતાફળ અને કેળા.
શાકભાજી: સરગવો, ટામેટાં, મરચા, કાકડી અને કેપ્સીકમ.
વિદેશી બજારોમાં ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવા માટે APEDA (કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી) અંતર્ગત ખેતરનું રજીસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે.
જો તમે તમારા ફાર્મની પેદાશો વિદેશ મોકલવા ઈચ્છતા હોવ, તો તમારે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. તેની સાથે નીચે મુજબના સાધનિક કાગળો જોડવાના રહેશે:
૭-૧૨ અને ૮-અ ના ઉતારા (જમીનના દસ્તાવેજો).
આધાર કાર્ડ (Aadhaar Card) ની નકલ.
ફાર્મનો નકશો (તમારા ખેતરનો લેઆઉટ).
ફાર્મ ડાયરી (ખેતી પદ્ધતિની વિગત).
અરજી ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે ખેડૂતોએ જૂનાગઢ માં લઘુ કૃષિ ભવન, બહુમાળી ભવનની સામે આવેલી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. કચેરી દ્વારા અરજીની ચકાસણી કર્યા બાદ ખેડૂતને અધિકૃત 'રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ' એનાયત કરવામાં આવશે, જે વિદેશમાં માલ મોકલવા માટેનો અધિકૃત પરવાનો ગણાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.