Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર: મહેશ વસાવાએ પકડ્યો કોંગ્રેસનો પંજો, મનસુખ વસાવાએ આપી ખાસ સલાહ

ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર: મહેશ વસાવાએ પકડ્યો કોંગ્રેસનો પંજો, મનસુખ વસાવાએ આપી ખાસ સલાહ

છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં સામેલ. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- 'ચૈતર વસાવા સામેની લડાઈમાં કોંગ્રેસમાં ભવિષ્ય ઉજળું', પણ ઝઘડિયા બેઠક પર જ ધ્યાન આપવું હિતાવહ.

Ahmedabad January 07, 2026
ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર: મહેશ વસાવાએ પકડ્યો કોંગ્રેસનો પંજો, મનસુખ વસાવાએ આપી ખાસ સલાહ

ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર: મહેશ વસાવાએ પકડ્યો કોંગ્રેસનો પંજો, મનસુખ વસાવાએ આપી ખાસ સલાહ

નર્મદા-ભરૂચના રાજકારણમાં ગરમાવો: મહેશ વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી, ચૈતર વસાવા સામે જંગ તેજ થશે?

ભરત શાહ, નર્મદા:ગુજરાતના આદિવાસી બેલ્ટમાં રાજકીય હલચલ તેજ બની છે. BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવાએ ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયેલા મહેશ વસાવાના આ નિર્ણયથી નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકીય સમીકરણો બદલાય તેવા સંકેતો મળી રહ્યા છે. જેડીયુ, બીટીપી, આમ આદમી પાર્ટી અને ભાજપ બાદ હવે મહેશ વસાવાએ કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે.

મહેશ વસાવાની લડાઈ ચૈતર વસાવા સામે છે, ભાજપ સામે નહીં: મનસુખ વસાવા

મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સૂચક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, "મહેશભાઈએ એક રાષ્ટ્રીય પાર્ટીમાં જોડાવાનો સારો નિર્ણય લીધો છે, ત્યાં તેમનું ભવિષ્ય ઉજળું છે. તેમની ખરી નારાજગી ભાજપ સામે નહીં પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સામે છે. ચૈતર વસાવાએ બી.ટી.પી. ને ખતમ કરવામાં કોઈ કસર છોડી નથી, જેના કારણે વસાવા પરિવારમાં નારાજગી છે. નેશનલ પાર્ટીમાં ગયા હોવાથી તેઓ હવે વધુ શક્તિશાળી બનીને ઉભરશે."

ડેડીયાપાડા કે ઝઘડિયા? સાંસદની મહેશ વસાવાને 'સ્થાનિક' મુદ્દે સલાહ

મહેશ વસાવા આગામી સમયમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે મોટો પ્રશ્ન છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ સલાહ આપતા કહ્યું કે, જો મહેશભાઈએ રાજકારણમાં લાંબુ ટકવું હોય તો તેમણે 'ઝઘડિયા' વિધાનસભા બેઠક પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડેડીયાપાડાના મતદારો હવે 'બહારના' નેતાને સ્વીકારવા તૈયાર નથી અને તેઓ સ્થાનિક નેતૃત્વને જ સમર્થન આપશે. આ નિવેદનથી હવે કોંગ્રેસમાં ટિકિટની આશા રાખીને બેઠેલા સ્થાનિક નેતાઓમાં પણ ગણગણાટ શરૂ થયો છે.

આપ (AAP) નું અસ્તિત્વ જોખમમાં? મનસુખ વસાવાનો દાવો

વિશ્લેષણ કરતા સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે, ગત ચૂંટણીમાં ચૈતર વસાવા બીટીપી અને કોંગ્રેસના મતોના આધારે જીત્યા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને કોઈ સમર્થન મળવાનું નથી. ભાજપ ભરૂચ અને નર્મદામાં અત્યંત મજબૂત છે અને આગામી પંચાયતની ચૂંટણીઓમાં પણ ભાજપ મોટી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વસાવા વિરુદ્ધ વસાવાના જંગમાં કોંગ્રેસને કેટલો ફાયદો?

નિષ્કર્ષમાં કહી શકાય કે મહેશ વસાવાના કોંગ્રેસમાં પ્રવેશથી આદિવાસી મતોનું વિભાજન નિશ્ચિત છે. એક તરફ ભાજપની મજબૂત કેડર છે, બીજી તરફ ચૈતર વસાવા (આપ) ની વધતી લોકપ્રિયતા છે અને હવે મહેશ વસાવા કોંગ્રેસના બેનર હેઠળ મેદાનમાં છે. આ 'ત્રિપાંખિયા' જંગમાં કોણ બાજી મારશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલ તો નર્મદાનું રાજકારણ મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશથી હચમચી ઉઠ્યું છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

TVK Chief Vijay: ચૂંટણીની તારીખો જાહેર થતા જ એક્શન મોડમાં 'થલપતિ' વિજય
chennai
March 17, 2026

TVK Chief Vijay: ચૂંટણીની તારીખો જાહેર થતા જ એક્શન મોડમાં 'થલપતિ' વિજય

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે TVK ચીફ વિજયે ચેન્નાઈમાં પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરી. ચૂંટણી આચારસંહિતા અને પ્રચાર રણનીતિ પર થઈ ચર્ચા. વધુ વાંચો.

બિહારના રાજકારણમાં ગરમાવો: શું નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી રાજ્યસભામાં જશે?
new delhi
March 04, 2026

બિહારના રાજકારણમાં ગરમાવો: શું નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી રાજ્યસભામાં જશે?

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જાય તેવી પ્રબળ શક્યતા. JDU ના સૂત્રો અને ચૂંટણી પંચની જાહેરાત બાદ અટકળો તેજ. વાંચો સંપૂર્ણ અહેવાલ.

'પરિવર્તન' યાત્રા એટલે ભ્રષ્ટાચારી TMC સરકારની વિદાય: અમિત શાહ
kolkata
March 02, 2026

'પરિવર્તન' યાત્રા એટલે ભ્રષ્ટાચારી TMC સરકારની વિદાય: અમિત શાહ

અમિત શાહે દક્ષિણ 24 પરગણામાં પરિવર્તન યાત્રાને લીલી ઝંડી આપી. મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું - બંગાળને ઘૂસણખોરી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો આ સંકલ્પ છે.

Braking News

યુપીમાં ભાજપને દલિતોએ પણ આપ્યો ફટકો, અનામત બેઠકો પર સપાની જીત
યુપીમાં ભાજપને દલિતોએ પણ આપ્યો ફટકો, અનામત બેઠકો પર સપાની જીત
June 05, 2024

ઉત્તર પ્રદેશમાં નગીના, બુલંદશહેર, હાથરસ, આગ્રા, શાહજહાંપુર, હરદોઈ, મિસરીખ, ઈટાવા, બહરાઈચ, મોહનલાલગંજ, જાલૌન, કૌશામ્બી, બારાબંકી, લાલગંજ, મછિલશહર, બાંસગાંવ અને રોબર્ટસગંજ લોકસભા બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express