'વેજ.ચાઉમીન' આ રીતે બનાવો ઘરે, ક્યારે બહાર ખાવાનું મન નહિં થાય
તમે પણ ચાઉમીન ખાવાના શોખીન છો અને દર વખતે બહારથી જ લાવો છો તો આ રેસિપી નોંઘી લો તમે અને ઘરે આ રીતે બનાવો ચાઉમીન. ચાઉમીન ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. જો તમે આ રીતે ચાઉમીન બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવું જ બનશે અને ખાવાની પણ મજા આવશે. તો નોંધી લો આ રીત અને ઘરે બનાવો તમે પણ ચાઉમીનય
સામગ્રી
200 ગ્રામ ચાઉમીન નુડલ્સ
એક ઝીણી સમારેલી ડુંગળી
એક ઝીણું સમારેલું ગાજર
એક કપ કાપેલી કોબીજ
એક કપ કટ કરેલા શીમલા મરચા
3 થી 4 કળી કટ કરેલું લસણ
2 ટેબલસ્પૂન સોયા સોસ
1 ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ
½ ટેબલસ્પૂન ટોમેટે કેચપ
½ ટેબલસ્પૂન ખાંડ
1 ટીસ્પૂન કાળામરીનો પાવડર
બનાવવાની રીત
ચાઉમીન બનાવવા માટે સૌ પ્રથમ મીડિયમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો.
આ પાણીમાં મીઠું અને 2 ચમચી તેલ નાંખો અને ઉકાળવા દો.
પાણી થોડુ ઉકળવા લાગે એટલે એમાં ચાઉમીન નુડલ્સ એડ કરો.
ત્યારબાદ બીજા ગેસ પર મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
આ તેલમાં લસણ નાંખો સાંતળો.
ત્યારબાદ આ તેલમાં ડુંગળી નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.
પછી સોયા સોસ, ગ્રીન ચિલી સોસ અને ટોમેટો કેચઅપ મિક્સ કરો.
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી કાળા મરીનો પાવડર, ખાંડ અને મીઠુ નાંખીને 2 મિનિટ સુધી થવા દો.
હવે ચાઉમીનમાંથી પાણી કાઢી લો અને બે મિનિટ માટે કાણાંવાળા વાસણમાં મુકી રાખો.
પછી આ મિશ્રણમાં બરાબર મિક્સ કરી લો.
ચાઉમીન નાખ્યા પછી મિશ્રણને 5 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
ગેસ બંધ કર્યા પછી ચાઉમીનને એક પ્લેટમાં લઇ લો.
તો તૈયાર છે વેજીટેરિયન ચાઉમીન.
આ ચાઉમીન તમે એક વાર ઘરે બનાવીને ખાશો તો ક્યારે પણ બહાર ખાવા નહિં જાવો. તો ટ્રાય કરો તમે પણ.
હવે સ્ત્રીઓ સૌથી સુંદર દેખાવા માંગે છે, જેના માટે તેઓ કોઈ ખાસ દિવસ કે પાર્ટીમાં જતી વખતે મેકઅપ કરવાનું પણ પસંદ કરે છે. પરંતુ ક્યારેક મેકઅપ કર્યા પછી ચહેરા પર ખીલ દેખાવા લાગે છે. તમારું મેકઅપ બ્રશ પણ આનું કારણ હોઈ શકે છે.
Mangoes in Summer: મોટાભાગના લોકોને ઉનાળાની ઋતુ કેરીના કારણે ગમે છે. કેરીની ગણતરી સૌથી વધુ ખાવામાં આવતા ફળોમાં થાય છે. પણ શું તમે જાણો છો કે રાત્રે કેરી કેમ ન ખાવી જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણીએ...
શું તમે જાણો છો કે ડિનરથી ડેટ સુધી ભાડા પર ગર્લફ્રેન્ડ મળી શકે છે? જાપાન, ચીન અને થાઈલેન્ડ જેવા દેશોમાં ચાલતી આ અનોખી સેવા વિશે જાણો, કેવી રીતે કામ કરે છે અને તેનું ભાડું કેટલું છે તેની સંપૂર્ણ માહિતી મેળવો.