ટીમ ઈન્ડિયાએ નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રને હરાવ્યું હતું. આ ટેસ્ટ મેચમાં કાંગારુઓએ જે પ્રકારની રમત દેખાડી તે ખૂબ જ આશ્ચર્યજનક હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને આશા નહીં હોય કે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં પત્તાની જેમ વેરવિખેર થઈ જશે.