Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નવી પ્રોડક્ટ ઉતાવળે લૉંચ કરવાથી નિષ્ફળતાનું જોખમ

નવી પ્રોડક્ટ ઉતાવળે લૉંચ કરવાથી નિષ્ફળતાનું જોખમ

 પ્રોડક્ટ કે સર્વિસ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં વિવિધ તબક્કામાંથી પસાર થાય તો સફળતાની શક્યતા ઉજળી બની જાય છે

Ahmedabad February 05, 2023
નવી પ્રોડક્ટ ઉતાવળે લૉંચ કરવાથી નિષ્ફળતાનું જોખમ

નવી પ્રોડક્ટ ઉતાવળે લૉંચ કરવાથી નિષ્ફળતાનું જોખમ

નવી પ્રોડક્ટ કે નવી સર્વિસ બજારમાં સફળ થશે કે નહીં - તે દરેક સ્ટાર્ટઅપની સૌથી મોટી મુંઝવણ હોય છે.  ગ્રાહકો ફેરફારવાળી પ્રોડક્ટસ સ્વીકારશે કે નહી તે નક્કી હોતું નથી. ગ્રાહકો નવી પ્રોડક્ટ સ્વીકારશે નહીં તે સ્પષ્ટ હોતું નથી. નીચેના તબક્કાઓ નવી પ્રોડક્ટ કે સર્વિસને સફળ બનાવવા માટે લગભગ અનિવાર્ય છે.

નવો વિચાર : નવા વિચારનું સ્ક્રીનીંગ (ચકાસણી) - બિઝનેસ એનાલીસીસ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ - ટેસ્ટ માર્કેટિંગ- પ્રોડક્ટ કે સર્વિસનું લૉચિંગ કે નવા વિચારને પ્રોડક્ટમાં ફેરવીને તેનું વ્યાપારીકરણ કરવું -આ દરેક કડી કે તબક્કાને થોડીક વિગતે તપાસીએ.

નવી પ્રોડક્ટ-સર્વિસનો વિચાર : નવી પ્રોડક્ટ કે સર્વિસનો વિચાર કેટલીકવાર વ્યક્તિના મનમાં વીજળીના ચમકારાની જેમ ઝબૂકી ઊઠે છે. નવો વિચાર રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું પરીણામ પણ હોઈ શકે છે. કેટલીકવાર જૂની પ્રોડકટસના ગ્રાહકો તરફથી નવી પ્રોડક્ટસનો વિચાર ઉદ્ભવી શકે છે. કેટલીકવાર ચાલુ કંપનીમાં કામ કરનારા કર્મચારીના મનમાં પણ નવી પ્રોડક્ટનો વિચાર ઝબૂકી શકે છે. પોસ્ટ ઇટ નોટનો વિચાર અમેરિકાની થ્રી-એમ મિનેસોટા માઇનિંગ એન્ડ મેન્યુફેક્ચરીંગ કંપનીના કર્મચારીને આવ્યો હતો. મગજમાં નવો ધંધાકીય વિચાર સૂતા જાગતા, ટ્રેન-બસ-વિમાનની મુસાફરીમાં કે પછી સ્નાન કરતી વખતે જમતી વખતે, હરતી-ફરતી વખતે કે પછી ચા-કોફી પીતાં પીતાં પણ આવી શકે છે. આ માટે કોઈ નિયમ નથી. 

નવા વિચારની ચકાસણી : ઉદ્યોગ સાહસિકને આવતા ધંધાકીય વિચારોની ઊંડી ચકાસણી જરૂરી છે. મોટાભાગના નવા વિચારો ફેન્ટસી હોવાથી ધંધાને લાયક હોતા નથી. પુષ્કળ નવા વિચારોમાંથી કયો વિચાર ધંધા યોગ્ય છે તેની ચકાસણી માટે ધારાધોરણો ઊભા કરવા પડે છે. કેટલીકવાર નવા વિચારો વિચિત્ર હોવા છતાં ધંધો શરૂ કરવા માટે યોગ્ય હોય છે તો કેટલીક વાર અમુક વિચારો ધંધા માટે તદ્દન યોગ્ય લાગે તો પણ અવ્યવહારૂ સાબિત થઈ શકે છે.

બિઝનેસ એનાલિસિસ : જો નવો વિચાર ધંધા માટે શરૂઆતમાં યોગ્ય જણાય તો તેનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર કરવા માટે તેની ઉત્પાદનની મેથડ, ઉત્પાદન ખર્ચ, વેચાણ વગેરેનું નાણાકીય પૃથક્કરણ જરૂરી છે. અંગ્રેજીમાં આને વાયેબિલિટી એનાલિસિસ કહે છે. મોટા ભાગની નવી પ્રોડકટનો વિચાર વાયેબલ (નફો કરવાની શક્યતા) નહીં હોવાથી તેને પડતો મુકવો પડે છે. આ બધામાં સૌથી કઠિન કામ નવા વિચારને આધારે ઊભી થયેલી પ્રોડકટ કે સર્વિસનું 'સેલ્સ ફોરકાસ્ટીંગ' હોય છે.

પ્રોડક્ટ ડેવલપમેન્ટ : નવી પ્રોડક્ટનો કે સર્વિસનો વિચાર મનમાં ઝબકે અને તે સફળ થાય તેમ જણાય તો પ્રોડક્ટની ડિઝાઇન કેવી રાખવી, તેનું પેકેજિંગ કઈ રીતે કરવું,કઈ કલર-સ્કીમ અપનાવવી, અને સૌથી અગત્યની વાત એ છે કે પ્રોડકટની ડિઝાઇન ફાયનલ કર્યા બાદ તેનું મેન્યુફેકચરીગ ગ્રાહકને પોસાય તેેવા ભાવે થઈ શકશે કે નહીં તે જોવાનું છે. આ તબક્કે પ્રોડકટનું  બ્રાન્ડ નેઈમ પણ નક્કી કરવું પડે છે.

ટેસ્ટ માર્કેટિંગ : પ્રોડક્ટ તૈયાર થઈ જાય તે પછી તેને તરત જ તેને બજારમાં મુકી શકાય નહીં. પ્રોડક્ટને અખતરારૂપે બજારમાં મુકીને ગ્રાહકોના પ્રતિભાવો જાણવા પડે છે. તમે પ્રોડક્ટ કે સર્વિસ માટે જે બજારને લક્ષ્યાંકિત (ર્ટાગેટેડ માર્કેટ) કર્યું છે તેને તે પસંદ પડશે કે નહીં તે માટે બહુ જ નિષ્પક્ષપાત રીતે તપાસ કરવી પડે છે. કાર-સ્કુટર-રેફરીજેટરના બજારોમાં તો માર્કેટ ટેસ્ટીંગ બહુ જ જરૂરી છે. અમુક કારનું માર્કેટ ટેસ્ટીંગ બરાબર ના થયું હોય, લેબોરેટરી ટેસ્ટીંગ પણ ક્ષતિપૂર્ણ હોય તો કરોડો રૂપિયાના ખર્ચે તે પ્રોડક્ટને બજારમાંથી પાછી ખેંચી લેવાની ફરજ પડે છે. વળી ટેસ્ટ માર્કેટિંગમાં ગ્રાહકને તમારી પ્રોડક્ટ ગમી કે નહીં તેટલું જ પૂછવાનું નથી. ગ્રાહકને તમારી પ્રોડક્ટ સેવન પોઈન્ટ સ્કેલ પર જવાબ આપવાનો છે જે નીચે મુજબ છે : ઘણી ગમી, ગમી, થોડીક ગમી, ગમી પણ અને ન પણ ગમી પણ નહીં, ના ગમી, ઘણી ના ગમી, તદ્દન ના ગમી.

પ્રોડક્ટ લૉચિંગ : પ્રોડક્ટ ટેસ્ટ માર્કેર્ટિંગમાં સફળ થાય અને ગ્રાહકોને તે અનુકૂળ આવી છે તેની ખાતરી થાય પછી પ્રોડક્ટ કે સર્વિસને બજારમાં મુકવામાં આવે છે. નવી પ્રોડક્ટ બજારમાં સફળ થાય કે ના પણ થાય અથવા તો શરૂઆતમાં નિષ્ફળ જાય પરંતુ ગ્રાહકોને તેના લાભો જણાતા તેને ચપોચટ ખરીદે રાંધણગેસના બાટલાના માર્કેટિંગમાં આમ થયું હતું. ૬૦-૬૫ વર્ષ પહેલાં રાંધણગેસ લોકો ખરીદે તે માટે ખાસ પ્રયાસો અને માર્કેટિંગ કરવું પડતું હતું. આજે એક હજાર રૂપિયાની બોટલ પણ ગ્રાહકો તુરંત ખરીદી લે છે. તેવું તમારી પ્રોડક્ટ કે સર્વિસમાટે પણ થઈ શકે. શરૂઆતમાં કોઈને તુરંત રસ ન પડે, પરંતુ લાંબાંગાળે એની ભારે માગ ઉઠી શકે. નવી પ્રોડક્ટ લૉંંચ કર્યા પછી તેના વેચાણ માટે જાહેરાતનો બહુ મોટો ખર્ચો કરવો પડે છે. તમારી નવી પ્રોડક્ટ માટે વારંવાર રીમાઈન્ડર જાહેરાતો કરવી પડે છે. જેથી ગ્રાહકો તમારી પ્રોડક્ટને યાદ રાખે અને ભૂલી ના જાય. આજના જમાનામાં જાહેરાતોનો ન્યુઝ પેપર્સ, રેડિયો અને ખાસ કરીને ટીવી પર ખૂબ જ મારો થાય છે. એમાં હવે સોશિયલ મીડિયાનો ઉમેરો પણ થયો છે. એના મારફતે માર્કેટિંગ કરીને સફળતા મેળવતા ઉદ્યોગ સાહસિકો વધવા લાગ્યા છે.

 એક વખત પ્રોડક્ટ ગ્રાહકોને પસંદ પડી જાય તે પછી તેના રાજ્યભરમાં કે રાષ્ટ્રભરમાં ડીલર્સ અને ડીસ્ટ્રીબ્યુટર્સ નિમવાનું કામ પણ અતિખર્ચાળ છે. ટૂંકમાં નવા વિચાર પર નવી પ્રોડક્ટ કે નવી સર્વિસ ઊભી કરવાનું કામ ખર્ચાળ છે અને થકવી નાખનારૂં છે. યાદ રહે કે નવા ધંધાને જન્મ આપવામાં ધંધાના બાળમરણનું પ્રમાણ બહુ મોટું છે. સફળ ધંધાઓ લગભગ સરખા હોય છે પરંતુ દરેક નિષ્ફળ ધંધો તે પોતાની રીતે નિષ્ફળ હોય છે. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

YouTube એક View ના કેટલા રૂપિયા આપે છે? કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કમાણીનો આખો ગણિત સમજો
ahmedabad
October 04, 2025

YouTube એક View ના કેટલા રૂપિયા આપે છે? કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કમાણીનો આખો ગણિત સમજો

YouTube એક વ્યૂના કેટલા પૈસા આપે છે? કન્ટેન્ટ ક્રિએટર્સ માટે RPM, CPM અને એડ રેવન્યુ શેરિંગનો આખો ગણિત સરળ ગુજરાતીમાં સમજો. 1000 એડ વ્યૂઝ પર કેટલી કમાણી થાય છે, તે જાણો.

2025 માં રોકાણ વિના ઓનલાઇન પૈસા કમાવવાની આ છે 21 રીતો | અમદાવાદ એક્સપ્રેસ
March 24, 2025

2025 માં રોકાણ વિના ઓનલાઇન પૈસા કમાવવાની આ છે 21 રીતો | અમદાવાદ એક્સપ્રેસ

"2025 માં રોકાણ કર્યા વિના ઑનલાઇન પૈસા કમાવવાની 21 સરળ રીતો જાણો. અમદાવાદ એક્સપ્રેસ પર સંપૂર્ણ માહિતી વાંચો અને આજે જ પ્રારંભ કરો!"

Business Idea : જો તમારે ધનવાન બનવું હોય તો કરો આ ખેતી, તમને મળશે બમ્પર નફો
new delhi
March 02, 2024

Business Idea : જો તમારે ધનવાન બનવું હોય તો કરો આ ખેતી, તમને મળશે બમ્પર નફો

Poplar Tree Farming : ખેતરોમાં પોપ્લર વૃક્ષો ઉગાડીને સારી આવક થાય. તેને પોપ્લર ટ્રી પણ કહેવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ અને બોર્ડ બનાવવામાં થાય છે. આ વૃક્ષોની સાથે તમે અન્ય ખેતી પણ કરી શકો છો.

Braking News

હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023

ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌર કેવી રીતે 143 મેચ રમી ચૂકેલી ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ છોડીને 150 T20 ઈન્ટરનેશનલ રમનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની છે તે વિશે વાંચો. હરમનપ્રીતે 150 T20 મેચોમાં 3006 રન પણ બનાવ્યા છે, જે આ સિદ્ધિ હાંસલ કરનાર તેણી ભારતની પ્રથમ અને એકંદરે ચોથી મહિલા ક્રિકેટર બની છે. આ લેખમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે હરમનપ્રીતનો રેકોર્ડ પુરૂષ ક્રિકેટરો સાથે કેવી રીતે સરખાવે છે, જેમાં ભારતના રોહિત શર્માનો સમાવેશ થાય છે, જેમણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય T20 મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express