દાંડીયાત્રીઓના દેશભક્તિના નારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયુ
સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દાંડીયાત્રીઓનો પ્રયાસ
રાજપીપલા : બ્રિટિશ સામ્રાજ્યની કાર્યપ્રણાલીને અહિંસક રીતે પડકારી પૂજ્ય મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા તા. ૧૨ માર્ચ,૧૯૩૦ ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. દેશ માટે નામી-અનામી મહાન ચહેરાઓ દ્વારા આપવામાં આવેલા આવા બલિદાનો-ત્યાગથી આજની યુવાપેઢીને અવગત કરાવવા માટે વડાપ્રધાનશ્રીએ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે તા.૧૨મી માર્ચ, ૨૦૨૧ ના રોજ પુન: સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૩૮૫ કિમી ૮૧ દાંડીયાત્રીઓની ટુકડીને લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દાંડીયાત્રામાં જોડાયેલા તમામ પદયાત્રીઓ એકબીજા સાથે મુલાકાત લઈ શકે તે માટે એકતાનગર ખાતે દાંડીયાત્રી સ્નેહ મિલન સંમેલનનું યોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાંડીયાત્રીઓએ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા કરીને લોકોને એકતાનો સંદેશો આપ્યો હતો. પદયાત્રીઓએ શાળાના પટાંગણમાં શહીદ ભગતસિંહ, ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ચોક ખાતે બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર તેમજ શ્રેષ્ઠ ભારત ભવન પાસે આવેલ “મા નર્મદા” ની મૂર્તિને દર્શન-વંદન કરીને વાગડીયા ગામ, નવાગામ અને લીમડી ગામ થઈને સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સમક્ષ પરિસરમાં પોતાની પદયાત્રા સંપન્ન કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના દર્શન કરીને દાંડીયાત્રીઓએ સરદાર સાહેબની ભવ્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રતિમાને જોયા બાદ દાંડીમાર્ચરોના દેશભક્તિના નારાઓથી પરિસરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. જ્યાં સૌએ સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરી પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા. “દાંડિયાત્રી સ્નેહ મિલન સંમેલન” દરમિયાન યોજાયેલી પદયાત્રાનું પ્રતિનિધિત્વ કરતા નર્મદા જિલ્લાના યુવા દાંડીયાત્રીશ્રી સહદેવસિંહ સોલંકીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પુન: શરૂ કરાયેલી દાંડીયાત્રામાં સૌ યુવાનો જોડાયા હતા. તે દેશના પ્રત્યેક નાગરિક તથા યુવાનોને પ્રેરણા પુરી પાડીને તેમનામાં ઉર્જાનું સિંચન કરશે. આ પ્રસંગે વરિષ્ઠ દાંડીયાત્રીશ્રી ગિરિશભાઈ ગુપ્તાએ જણાવ્યું કે, બે વર્ષ બાદ ફરી એકવાર અમે સૌ દાંડીયાત્રીઓએ સરદાર સાહેબની આ પવિત્ર ભુમિ પર પહોંચીને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને ચરિતાર્થ કરવા એકતાના સૂત્રમાં લોકોને બાંધી શકાય તે માટે ભેગા થયા હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.