Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત વિધાનસભાના પાર્કિગમાંથી પણ વિપક્ષના નેતાનો છેદ ઉડાડી દેવાયો!

ગુજરાત વિધાનસભાના પાર્કિગમાંથી પણ વિપક્ષના નેતાનો છેદ ઉડાડી દેવાયો!

વિધાનસભા પરિસરમાં વિપક્ષના નેતાની ગાડી માટે રિઝર્વ પાર્કિંગ હતું. જે જગ્યા વિપક્ષના નેતાના વાહન માટે રિઝર્વ હતી તેના પાટીયા ઉતારી લેવામાં આવ્યા છે. 

Ahmedabad February 05, 2023
ગુજરાત વિધાનસભાના પાર્કિગમાંથી પણ વિપક્ષના નેતાનો છેદ ઉડાડી દેવાયો!

ગુજરાત વિધાનસભાના પાર્કિગમાંથી પણ વિપક્ષના નેતાનો છેદ ઉડાડી દેવાયો!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ 156 બેઠકો પર વિજય પ્રાપ્ત કરી વિધાનસભાના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આવામાં કોંગ્રેસને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. આ મુશ્કેલીઓની વચ્ચે કોંગ્રેસના વિપક્ષના નેતા માટે રિઝર્વ રાખવામાં આવતા પાર્કિંગમાંથી પણ બાદબાકી કરી દેવામાં આવી છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા માટે પૂરતું સભ્ય સંખ્યા બળ કોંગ્રેસ પાસે બચ્યું ન હોવાનો પણ ભાજપ દાવો કરી રહ્યો છે, કોંગ્રેસને પાછલી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જ જીતવામાં સફળતા મળી છે. હવે વિધાનસભાના વિપક્ષનું પદ સત્તાધારી ભાજપ કોંગ્રેસને આપે છે કે નહીં તેના ઉપર એક મોટો સવાલ ઉભો થયો છે. ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે સત્તાધારી પક્ષે નક્કી કર્યું છે કે વિપક્ષનું પદ એ કોંગ્રેસને ન આપો. કારણકે કોંગ્રેસ પાસે 10% જેટલા પણ ધારાસભ્યો નથી.

વિધાનસભાના પાર્કિંગમાં શું મોટા ફેરફાર કરાયા?

વિધાનસભાની અંદર પણ આ જ હલચલ ચાલી રહી છે, વિપક્ષના નેતા પદની વાત તો દૂર રહી પરંતુ વિધાનસભા પરિસરમાં પાર્કિંગ માટે પણ વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના પ્રવેશ દ્વાર સામે વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના ઉપાધ્યક્ષ વિધાનસભાના વિપક્ષના નેતા અને વિપક્ષના ઉપનેતા ના ગાડી માટેના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હોય છે.

આ પાર્કિંગ વ્યવસ્થામાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિપક્ષના નેતા અને ઉપનેતાની નેમ પ્લેટ પણ લગાવવામાં આવતી હોય છે, એટલે આ પાર્કિંગ નેતાઓ માટે રિઝર્વ રાખવામાં આવતું હોય છે, પરંતુ ગુજરાત વિધાનસભામાં આ પાર્કિંગની અંદર પણ વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.

છેલ્લા પાંચ દિવસથી વિધાનસભાના આ પાર્કિંગમાંથી વિધાનસભા અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને જનકના પાર્કિંગ માટે બોર્ડ લગાવેલા જોવા મળી રહ્યા છે. વિધાનસભાના વિપક્ષના નેતા અને ઉપનેતાના વાહન પાર્કિંગ માટેની નેમ પ્લેટ  હટાવી દેવામાં આવી છે. આમ કોંગ્રેસને વિધાનસભાની અંદર અને બહાર બન્ને જગ્યાએથી હાલ તો છેદ ઉડી ગયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

TVK Chief Vijay: ચૂંટણીની તારીખો જાહેર થતા જ એક્શન મોડમાં 'થલપતિ' વિજય
chennai
March 17, 2026

TVK Chief Vijay: ચૂંટણીની તારીખો જાહેર થતા જ એક્શન મોડમાં 'થલપતિ' વિજય

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે TVK ચીફ વિજયે ચેન્નાઈમાં પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરી. ચૂંટણી આચારસંહિતા અને પ્રચાર રણનીતિ પર થઈ ચર્ચા. વધુ વાંચો.

બિહારના રાજકારણમાં ગરમાવો: શું નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી રાજ્યસભામાં જશે?
new delhi
March 04, 2026

બિહારના રાજકારણમાં ગરમાવો: શું નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી રાજ્યસભામાં જશે?

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જાય તેવી પ્રબળ શક્યતા. JDU ના સૂત્રો અને ચૂંટણી પંચની જાહેરાત બાદ અટકળો તેજ. વાંચો સંપૂર્ણ અહેવાલ.

'પરિવર્તન' યાત્રા એટલે ભ્રષ્ટાચારી TMC સરકારની વિદાય: અમિત શાહ
kolkata
March 02, 2026

'પરિવર્તન' યાત્રા એટલે ભ્રષ્ટાચારી TMC સરકારની વિદાય: અમિત શાહ

અમિત શાહે દક્ષિણ 24 પરગણામાં પરિવર્તન યાત્રાને લીલી ઝંડી આપી. મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું - બંગાળને ઘૂસણખોરી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો આ સંકલ્પ છે.

Braking News

Sharad Pawar : શરદ પવારની NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત
Sharad Pawar : શરદ પવારની NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત
May 02, 2023

 'મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે અને જો યોગ્ય સમયે ન ફેરવવામાં આવે તો તે કડવી થઈ જાય છે. હવે રોટલી ફેરવવાનો યોગ્ય સમય આવી ગયો છે, તેમાં કોઈ વિલંબ ન કરવો જોઈએ

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express