Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • તુર્કીમાં ઉઇગર શરણાર્થીઓના અધિકારો પર નિયંત્રણ વધ્યું

તુર્કીમાં ઉઇગર શરણાર્થીઓના અધિકારો પર નિયંત્રણ વધ્યું

હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલમાં તુર્કીમાં ઉઇગર શરણાર્થીઓના અધિકારો પર નિયંત્રણ સામે આંગળી ચીંધાઈ છે. તુર્કી ચીન સંબંધોમાં ઉઇગર સુરક્ષાને જોખમ હોવાથી કાયદેસર દરજ્જા રદ કરી ઉઇગર પ્રત્યાર્પણનું જોખમ વધી રહ્યું છે.

New york, Usa November 13, 2025
તુર્કીમાં ઉઇગર શરણાર્થીઓના અધિકારો પર નિયંત્રણ વધ્યું

તુર્કીમાં ઉઇગર શરણાર્થીઓના અધિકારો પર નિયંત્રણ વધ્યું

ન્યૂયોર્ક: ચીનની સરકારના જુલમથી છૂટકારો મેળવી તુર્કીમાં આશરો શોધી રહેલા તુર્કીમાં ઉઇગર શરણાર્થીઓના અધિકારો પર નિયંત્રણ સતત વધી રહ્યા હોવાનો આઘાતજનક અહેવાલ સામે આવ્યો છે. અમેરિકા સ્થિત માનવ અધિકાર સંગઠન માનવ અધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વોચનો અહેવાલ પ્રમાણે, તુર્કીના સત્તાવાળાઓ દ્વારા ઉઇગરોની કાયદેસર રહેઠાણની સ્થિતિને નિયંત્રિત કરવામાં આવી રહી છે, જે તેમના જીવનને જોખમમાં મૂકી શકે છે. આ રિપોર્ટમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાનના વહીવટીતંત્ર પર ઉઇગરોને અમાનવીય સ્થિતિમાં અટકાયતમાં રાખવા અને તેમને સ્વેચ્છાએ પરત ફરવાના ફોર્મ પર સહી કરવા મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

તુર્કી ચીન સંબંધોમાં ઉઇગર સુરક્ષાને જોખમ

'પ્રોટેક્ટેડ નો મોર: ઉઇગર્સ ઇન તુર્કિયે' શીર્ષક હેઠળના અહેવાલમાં હ્યુમન રાઇટ્સ વોચે ખુલાસો કર્યો છે કે તુર્કીની ઇમિગ્રેશન સિસ્ટમ હેઠળ ઉઇગરોને અગાઉ જે આંતરરાષ્ટ્રીય સુરક્ષાનો દરજ્જો મળતો હતો, તેને હવે મનસ્વી રીતે રદ કરવામાં આવી રહ્યો છે. સત્તાધીશો તેમના પોલીસ અને ઇમિગ્રેશન રેકોર્ડ પર 'પ્રતિબંધ કોડ' લગાવીને તેમને "જાહેર સુરક્ષા માટે જોખમ" તરીકે લેબલ કરી રહ્યા છે. હ્યુમન રાઇટ્સ વોચના એશિયા ડિરેક્ટર એલેન પિયર્સને જણાવ્યું કે, "થોડા સમય પહેલા સુધી, ઉઇગરો તુર્કીમાં સુરક્ષિત અનુભવતા હતા, પરંતુ જેમ જેમ ચીન-તુર્કી સંબંધો સુધરી રહ્યા છે, અને એર્દોગાન સરકાર શરણાર્થીઓ પર કડક કાર્યવાહી કરી રહી છે, તેમ તેમ ઘણા લોકો ભયભીત થઈ રહ્યા છે."

ઉઇગર પ્રત્યાર્પણનું જોખમ અને ગેરકાયદે અટકાયત

મીડિયા અહેવાલ મુજબ, અટકાયત કેન્દ્રોમાં ઉઇગરોને ગેરવર્તણૂકનો સામનો કરવો પડે છે અને તેમને વારંવાર સ્વેચ્છાએ પરત ફરવાના ફોર્મ પર સહી કરવા દબાણ કરવામાં આવે છે, જે તેમને વતન વાપસી અથવા ચીન સાથે પ્રત્યાર્પણ કરાર ધરાવતા ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા સક્ષમ બનાવે છે. આ પ્રક્રિયા ઉઇગર પ્રત્યાર્પણનું જોખમ અને ગેરકાયદે અટકાયત વધારી રહી છે. એક ઉઇગરે જણાવ્યું કે, "કાયદેસર દસ્તાવેજોના અભાવે હું કરિયાણા માટે પણ બહાર જવાની હિંમત કરતો નથી, કારણ કે મને ફરીથી ડિપોર્ટેશન સેન્ટરમાં જવાનો ડર છે."

તુર્કી સરકારે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ નોન-રીફાઉલમેન્ટ (બિન-પ્રત્યાવર્તન) ના સિદ્ધાંતનું પાલન કરવું બંધનકર્તા છે. આ સિદ્ધાંત મુજબ, કોઈપણ દેશ વ્યક્તિને એવી જગ્યાએ પરત મોકલી શકે નહીં જ્યાં તેમને સતાવણી, યાતના અથવા અન્ય ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનનો વાસ્તવિક ખતરો હોય. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું છે કે તુર્કી સરકારે ઉઇગરોને ત્રીજા દેશોમાં મોકલવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ અને તેમને પ્રાથમિક ધોરણે શરણાર્થીઓ તરીકે માન્યતા આપવી જોઈએ. આ તુર્કીમાં ઉઇગર શરણાર્થીઓને થતી પરેશાનીઓ નો અંત લાવવા માટે અનિવાર્ય છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Trump vs Iran:
March 18, 2026

Trump vs Iran: "ઈરાન દાયકાઓ સુધી બેઠું નહીં થઈ શકે", ટ્રમ્પની મોટી જાહેરાત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઓબામા સમયના ઈરાન પરમાણુ કરારને રદ કરવાથી પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. તેમણે ઈરાન સાથેના વર્તમાન યુદ્ધ અને ભવિષ્યની યોજનાઓ વિશે મહત્વના ખુલાસા કર્યા.

March 18, 2026

"પાકિસ્તાન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે": કાબુલ એરસ્ટ્રાઈક બાદ અફઘાન વિદેશ મંત્રીનું નિવેદન

કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 400થી વધુ નિર્દોષ લોકોના મોત બાદ અફઘાન વિદેશ મંત્રી મુત્તકીએ પાકિસ્તાન પરથી વિશ્વાસ ગુમાવ્યો હોવાનું કહી આકરી ટીકા કરી છે.

શ્રીલંકાના દરિયામાં ઈરાની ફ્રિગેટ ડૂબ્યું: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનનું મોટું નિવેદન
March 18, 2026

શ્રીલંકાના દરિયામાં ઈરાની ફ્રિગેટ ડૂબ્યું: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનનું મોટું નિવેદન

ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકી ટોર્પિડો દ્વારા ડૂબાડવામાં આવેલા IRIS દેના જહાજના ખલાસીઓને શ્રદ્ધાંજલિ આપી છે. જાણો શું છે સમગ્ર મામલો.

Braking News

કેદીના વેશમાં ભગવંત માનને મળશે અરવિંદ કેજરીવાલ, તિહાર જેલ પ્રશાસને પૂરી તૈયારી કરી
કેદીના વેશમાં ભગવંત માનને મળશે અરવિંદ કેજરીવાલ, તિહાર જેલ પ્રશાસને પૂરી તૈયારી કરી
April 12, 2024

અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. સીએમ કેજરીવાલ જેલમાંથી જ પોતાની સરકાર ચલાવી રહ્યા છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અરવિંદ કેજરીવાલને મળવા જઈ રહ્યા છે. તિહાર જેલ પ્રશાસને તેમની મુલાકાતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express