અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક અત્યંત ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 28 દિવસમાં 8 કરોડની રિચ જોવા મળી. આમ લોકો જ્યારે પીડાઈ રહ્યા છે અને લોકોનો અવાજ આમ આદમી પાર્ટીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળી રહ્યો છે તો આટલા મોટા રિસ્પોન્સ અને આટલા બધા વ્યૂઝ અને ચૂંટણીમાં મોટાપાયે પ્રચાર થઈ રહ્યો છે તો ભાજપ એટલું ડરી ગયું છે કે ભાજપના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આમ આદમી પાર્ટીના જે ઓફિશિયલ એકાઉન્ટ હતા એને સસ્પેન્ડ કરાવી દેવામાં આવ્યા છે.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવવા માટે બહાર નથી આવી શકતા અને પોતાની પીડા સોશિયલ મીડિયા ઉપર ઠાલવતા હોય છે. ફેસબૂક પર 7,19,000 અને ઇન્સ્ટાગ્રામ પર 3,20,000 જેટલા ફોલોવર હતા. આ આમ આદમી હતા, સિસ્ટમથી પીડાઈ રહ્યા છે એવા લોકો હતા. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ ડરી જવું એ મને લાગી રહ્યું છે કે આમ આદમીની પહેલી જીત છે. પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખ્યા અને હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અસર જોવા મળી રહી છે. તો હું એટલું જ કહીશ કે હવે ગુજરાતની જનતા ખૂબ જ જાગૃત છે અને સમજદાર છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


