મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

666 लेख
દ્વારકા અને ખંભાળિયામાં વીજળીની મોટી લાઈનો સામે વિરોધ

દ્વારકા અને ખંભાળિયામાં વીજળીની મોટી લાઈનો સામે વિરોધ

અહીં દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા વિસ્તારમાં પસાર થનારી વીજળીની મોટી લાઈનોના મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડિયો જાહેર કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અનેક ગામડાઓમાંથી એસીએમઈ (ACME) સન પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ૨૨૦ કેવીની મોટી વિદ્યુત લાઈનો કરોળિયાના જાળાની જેમ નાખવામાં આવી રહી છે, જેની ગ્રામજનોને કોઈ જ જાણ નથી.

Kalpesh Kosti · 11 કલાક પેહલા
ઓખા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સામે 'આપ' આક્રમક

ઓખા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સામે 'આપ' આક્રમક

ઓખા નગરપાલિકાની આ ચૂંટણીમાં જનતાએ માત્ર રાજકીય વાતોમાં ન ફસાતા પોતાના મૂળભૂત અને સ્થાનિક મુદ્દાઓ જેવા કે રોડ-રસ્તા, પીવાનું પાણી, વીજળી, શિક્ષણ, પ્રદૂષણ, રોજગારી અને ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે. નેતાઓએ લોકશાહીની મર્યાદા જાળવવી જોઈએ અને પ્રજાના મતનું સન્માન કરવું જોઈએ તેવો સુર આ બેઠક અને નિવેદનોમાં ઉઠ્યો છે.

Kalpesh Kosti · 12 કલાક પેહલા
AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી ૨૦ સ્ટાર પ્રચારકોની યાદીમાં પક્ષના શિર્ષસ્થ નેતૃત્વને સામેલ કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. આ નેતાઓ રાજ્યભરમાં ફરીને પાર્ટીનો અવાજ બુલંદ કરશે.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
દુષ્કાળ જાહેર કરવાને બદલે ભાજપ સરકાર ખેડૂતો સાથે સંવાદના નાટકો કરી રહી છે: પ્રવીણ રામ, AAP

દુષ્કાળ જાહેર કરવાને બદલે ભાજપ સરકાર ખેડૂતો સાથે સંવાદના નાટકો કરી રહી છે: પ્રવીણ રામ, AAP

ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ બાબતે ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ અને પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે કર્યો છે.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
પાટણ જિલ્લાના સમીની મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીમાંથી મૃત ગરોળી મળી આવતા AAP અને વાલીઓનો હલ્લાબોલ

પાટણ જિલ્લાના સમીની મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીમાંથી મૃત ગરોળી મળી આવતા AAP અને વાલીઓનો હલ્લાબોલ

પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજન, રહેવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને પગલે વાલીઓ અને આમ આદમી પાર્ટી (AAP) ના આગેવાનો દ્વારા હોસ્ટેલ ખાતે અચાનક પહોંચીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂભાઈ કંડોરિયાની નામાંકન પ્રક્રિયામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવાએ હાજરી આપી

ભાડથર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂભાઈ કંડોરિયાની નામાંકન પ્રક્રિયામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવાએ હાજરી આપી

’આપ’ ના ઉમેદવાર વિરુભાઈ કંડોરિયા સહિત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આગેવાનો બળદગાડાંમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
ગાંધીનગરના પ્રબુદ્ધ મતદારો પર મોટી જવાબદારી, જાગૃત થઈને મતદાન કરજો : હિમાંશુ ઠક્કર AAP

ગાંધીનગરના પ્રબુદ્ધ મતદારો પર મોટી જવાબદારી, જાગૃત થઈને મતદાન કરજો : હિમાંશુ ઠક્કર AAP

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા ચૂંટણીના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર દ્વારા ગાંધીનગરના પ્રબુદ્ધ મતદારોને જાગૃત થઈને મતદાન કરવા માટે એક મહત્વપૂર્ણ આહ્વાન કરવામાં આવ્યું છે, જેમાં તેમણે અત્યાર સુધીની રાજકીય સ્થિતિ અને જનતાના પ્રશ્નો અંગે ખુલ્લીને વાત કરી હતી.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આપ ઉમેદવારોની નામાંકન યાત્રા યોજાઈ

ગાંધીનગર મનપા ચૂંટણીમાં આપ ઉમેદવારોની નામાંકન યાત્રા યોજાઈ

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા ચૂંટણીના સંદર્ભમાં સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય અને વિશાળ નામાંકન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પથિકાશ્રમથી લઈને કલેક્ટર કચેરી સુધીના માર્ગો પર હજારોની સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ચૂંટણીમાં ગડબડના આરોપો પર AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યા ચૂંટણીપંચ સમક્ષ સવાલ

ચૂંટણીમાં ગડબડના આરોપો પર AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યા ચૂંટણીપંચ સમક્ષ સવાલ

ગુજરાત રાજ્યના મુખ્ય મથક અમદાવાદ ખાતેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ વીડિયો સંદેશના માધ્યમથી દેશની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી પંચના વહીવટ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ સામે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ગુજરાતના ખેડૂતની પીડા પર આપ નેતા પ્રવીણ રામના પ્રહાર

ગુજરાતના ખેડૂતની પીડા પર આપ નેતા પ્રવીણ રામના પ્રહાર

ગુજરાતભરમાં પ્રવર્તેલી દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિ અને ખેડૂતોના સુકાતા પાક વચ્ચે સરકાર દ્વારા આયોજિત સંવાદના તાયફાઓ સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે બુધવારે ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારની નીતિઓ સામે આક્રમક વલણ અપનાવતા તીખા પ્રહારો કર્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અંકલેશ્વર તાલુકામાં નશીલા પદાર્થથી બે યુવાનોના મોત થયા હોવાના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે ભાજપ સરકારને ઘેરી

અંકલેશ્વર તાલુકામાં નશીલા પદાર્થથી બે યુવાનોના મોત થયા હોવાના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે ભાજપ સરકારને ઘેરી

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે બે યુવાનોના નશીલા પદાર્થને કારણે મોત થયા હોવાની વાત મીડિયાના માધ્યમથી જાણવા મળી હતી. તે મુદ્દા પર આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી પિયુષ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તાજેતરમાં ભરૂચમાં જે દારૂ પહોંચી રહ્યો છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ 'ગુજ્જુ લવ ગુરુ' ને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને સાંત્વના પાઠવી

’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ 'ગુજ્જુ લવ ગુરુ' ને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને સાંત્વના પાઠવી

ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું અકસ્માતમાં નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુઃખની ઘડીમાં ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ પાઠવવા અને તેમના પરિવારને સાંત્વના આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પહોંચ્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી

ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 23 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
થરા નગરપાલિકા ચૂંટણી: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું કાર્યાલયનું ઉદઘાટન

થરા નગરપાલિકા ચૂંટણી: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું કાર્યાલયનું ઉદઘાટન

આમ આદમી પાર્ટી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા જાણીતા ખેડૂત નેતા ઈસુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામનું સૌરાષ્ટ્રમાં બુથ સંગઠન અભિયાન

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામનું સૌરાષ્ટ્રમાં બુથ સંગઠન અભિયાન

સોમવારના રોજ ગુજરાતભરમાં રાજકીય ગલિયારામાં ભારે ચર્ચાનો વિષય બનેલા આમ આદમી પાર્ટીના મહત્વાકાંક્ષી સંગઠન નિર્માણ અભિયાન અંતર્ગત પ્રદેશના કદાવર નેતા પ્રવિણ રામ સીધા ગ્રાઉન્ડ ઝીરો પર ઊતરી આવ્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ચૂંટણીમાં ભાજપ સામે અસંતોષ વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર : ઈસુદાન ગઢવી

ચૂંટણીમાં ભાજપ સામે અસંતોષ વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર : ઈસુદાન ગઢવી

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર તેમજ જામખંભાળિયા સહિતના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ અત્યંત ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ સામે આક્રમક તેવર અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ ચૂંટણીઓ એટલે પ્રજાના મનમાં ભરાયેલા રોષ અને અત્યાચારનો જવાબ આપવાનો સૌથી યોગ્ય અને મહત્વપૂર્ણ સમય.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાને જોર પકડ્યું

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાને જોર પકડ્યું

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં એક વિશાળ અને વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશના શીર્ષ નેતાઓથી લઈને સ્થાનિક ઉમેદવારોએ પ્રત્યેક નાગરિકના ઘરે-ઘરે જઈને લોક સંપર્ક સાધ્યો હતો અને પક્ષની નીતિઓથી વાકેફ કર્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને AAP દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને AAP દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ગાંધીનગર: આગામી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સત્તાવાર રીતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ શુભારંભ પ્રસંગે પાર્ટીના શીર્ષ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ કમિટીની મિટિંગમાં આપી હાજરી

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ કમિટીની મિટિંગમાં આપી હાજરી

જૂનાગઢ: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં મળેલી જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની મીટિંગમાં વિશેષ ઉપસ્થિતિ રહીને પોતાના મતવિસ્તારના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉગ્રતાપૂર્વક રજૂ કર્યા હતા અને તેના નિકાલ માટે માંગણી કરી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: આપ દ્વારા 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મનોજ સોરઠીયાએ કર્યા પ્રહાર

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: આપ દ્વારા 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મનોજ સોરઠીયાએ કર્યા પ્રહાર

ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા 23 ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસવાર્તા યોજીને આ જાહેરાત કરી હતી અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા