આપ ન્યૂઝ
594 लेख
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે સમસ્ત આદિવાસી સમાજનું મોટું સંમેલન યોજાશે: ઈસુદાન ગઢવી
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન મુદ્દે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ યોજી પ્રેસ કોન્ફરન્સ.
અમિત શાહને કેજરીવાલના 5 સવાલો: સત્તા માટે સનાતનનો ઉપયોગ કરવાનો લગાવ્યો આરોપ
કેજરીવાલે દાવો કર્યો કે ભાજપે ૨૧ રાજ્યો અને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે રામ નામનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, "ભાજપ સત્તા માટે સનાતનનો ઉપયોગ કરી રહી છે, જ્યારે અમે પંજાબમાં કીર્તન સંધ્યા અને વરિષ્ઠ નાગરિકો માટે મફત તીર્થયાત્રાઓ દ્વારા સાચી સનાતની સેવા કરી રહ્યા છીએ.
શું કામદારોને ન્યાય અપાવવો ગુનો છે? – ભરૂચમાં AAP નેતાઓની ધરપકડ પર યાકુબ ગુરજીના સરકાર પર આકરા પ્રહાર
ઝઘડિયા GIDCમાં બનેલી દુર્ઘટનામાં પીડિત કામદારોને ન્યાય અપાવવા ગયેલા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિ.પં. સભ્ય રજનીભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડને AAP ના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ સત્તાપક્ષની 'દમનકારી નીતિ' ગણાવી છે.
ચૈતર વસાવા સામેની સજાના વિરોધમાં ૨ જુલાઈએ ડેડિયાપાડામાં ગર્જશે 'આદિવાસી મહાસંમેલન'
AAP ધારાસભ્ય ચૈતર વસાવા સામેની FIR અને 7 વર્ષની સજાના વિરોધમાં 2 જુલાઈ 2026ના રોજ ડેડિયાપાડાના પીઠા ગામે 'આદિવાસી મહાસંમેલન' યોજાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનના સંગઠનો આપશે હાજરી.
રાજકીય ગરમાવો: ભરૂચ AAP નેતાઓની ધરપકડ પછી સંગઠનને તોડવાનો આરોપ, ડો. કરન બારોટે સરકારને ઘેરી
ભરૂચ AAP નેતાઓની ધરપકડ બાદ ડો. કરન બારોટનો સરકાર પર આકરો પ્રહાર. સંગઠનને તોડવાનો અને જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો. ગુજરાતના રાજકારણના લેટેસ્ટ અપડેટ્સ જાણો અહીં.
શું ગુજરાતમાં ન્યાયતંત્ર બાકી છે? ઝઘડિયા દુર્ઘટના પર AAP નેતા નિરંજન વસાવાના સરકાર પર આકરા પ્રહારો
ઝઘડિયા GIDC બોઇલર બ્લાસ્ટમાં મૃતકોને ન્યાય અપાવવા ગયેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય નેતાઓની ધરપકડ થતા વિવાદ. નિરંજન વસાવાએ સરકાર અને પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.
PM-JAY કાર્ડના નવા નિયમોથી ગરીબો પરેશાન, હોસ્પિટલો કરી રહી છે મનમાની : વિનોદ પરમાર AAP
ગુજરાતમાં PM-JAY આયુષ્માન કાર્ડ બંધ થવાથી ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં! હોસ્પિટલોની મનમાની અને કાર્ડ રિન્યુઅલની સમસ્યાઓ વિશે AAP નેતા વિનોદ પરમારનો આકરો પ્રહાર.
"સરકાર શ્રી રામ મંદિર દાન ચોરોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે..." અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કહે છે કે અયોધ્યા બાર એસોસિએશન દ્વારા રામ મંદિર દાન ચોરી કેસનો બહિષ્કાર કરવો જોઈએ. કેજરીવાલે આરોપ લગાવ્યો કે સરકાર ઘણા દાન ચોરોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
"સત્તાના સિંહાસનો હલી જશે": શિક્ષણ મુદ્દે સરકાર પર AAP ની વિદ્યાર્થી પાંખનો પ્રહાર
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના નેતા યાત્રિક પટેલે પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમ પર નિશાન સાધ્યું. યુવાનોના પેપર લીક અને ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારને આકરી ચેતવણી.
"હિંદુ ખેડૂતોની વેદના સરકારને કેમ નથી દેખાતી?": ગોપાલ ઇટાલીયાના સરકાર પર તીખા પ્રહાર
વીજળીના થાંભલાના વિવાદને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનો મુખ્યમંત્રીને પત્ર. મોરબી સહિત રાજ્યભરમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા ખેડૂતોની વેદના સાંભળવા અને પ્રશ્નોના નિરાકરણ લાવવા સરકારને કરી માંગ. સંપૂર્ણ અહેવાલ વાંચો.
સાણંદમાં AAP ની મોટી જીત: માત્ર 10 દિવસમાં ખેડૂતોના પ્રશ્ને સરકારને ઘૂંટણિયે લાવી
ડરણ ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની સંમતિ વગર પાઇપલાઇન નાખવાના પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ હતો. આમ આદમી પાર્ટીના હસ્તક્ષેપ અને ઇસુદાન ગઢવીની હાજરી બાદ આ આંદોલને વેગ પકડ્યો અને પરિણામે સરકારે પ્રોજેક્ટ રદ કરવાની ફરજ પડી છે.
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક
આમ આદમી પાર્ટી દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર ચર્ચા વિચારણા કર્યા બાદ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પદે ખેડૂત નેતા પ્રવીણ રામની નિમણૂક કરી હતી. પ્રવીણ રામને ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદની સાથે સાથે કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે તો હવે તેઓ આ બંને જવાબદારી નિભાવશે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર AAP નેતા જેલ હવાલે: રાજુ બોરખતરીયાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યુ હતુ કે અત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામો થઈ રહ્યા છે, તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. આ ભ્રષ્ટાચાર સામે જનતાને જાગૃત કરવા માટે, જનતાના કામો સારા થાય અને લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાનું જોખમ લઈને આ કામોની દેખરેખ રાખતા હોય છે.
પોરબંદર AAP મહામંત્રી હિતેશ મોઢવાડિયા પર ખોટી ફરિયાદનો આરોપ: પ્રવીણ રામનું મોટું નિવેદન
પોરબંદરના તાલુકા પંચાયત સભ્ય અને AAP જિલ્લા મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયાને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને દબાવવા માટે કરવામાં આવેલી આ કાર્યવાહી સામે આમ આદમી પાર્ટી મજબૂતીથી હિતેશભાઈની સાથે છે.
પંજાબના આમ આદમી ક્લિનિક્સ લોકો માટે પ્રાથમિક પસંદગી બની ગયા છે, જે મફત સારવાર દ્વારા નોંધપાત્ર રાહત પૂરી પાડે છે
સામાન્ય જનતા માટે આરોગ્યસંભાળ સુલભ બનાવવાના ઉદ્દેશ્યથી સ્થાપિત, આમ આદમી ક્લિનિક્સ હવે રાજ્યની આરોગ્યસંભાળ વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પંજાબ સરકાર દ્વારા સ્થાપિત આ ક્લિનિક્સ, મોહલ્લા અને ગામ સ્તરે લોકોને તેમના ઘરની નજીક મફત અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડે છે.
ખેડૂતોની જમીન અને વીજ થાંભલાનો વિવાદ: 5 જુલાઈના રોજ ગાંધીનગરમાં AAP ના સામૂહિક ઉપવાસ
સુરેન્દ્રનગરના નગરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો અંગે રણનીતિ.
રામલલાના દર્શન બાદ અરવિંદ કેજરીવાલનું આક્રમક નિવેદન: 'દાન ચોરીના તાર ઉપર સુધી જોડાયેલા'
અરવિંદ કેજરીવાલે અયોધ્યા રામ મંદિરમાં દર્શન કર્યા બાદ દાન કૌભાંડ સામે અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કૌભાંડના તાર ઉપર સુધી જોડાયેલા છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.
અયોધ્યા રામ મંદિર ભંડોળ કૌભાંડ: અરવિંદ કેજરીવાલે FIR ને ગણાવી 'બનાવટી'
અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે અરવિંદ કેજરીવાલના મોટા આક્ષેપો. FIR ને નકલી ગણાવીને વરિષ્ઠ અધિકારીઓની સંડોવણી પર ઉઠાવ્યા સવાલ. ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા તેમજ સમગ્ર કૌભાંડની વિગતવાર માહિતી અહીં વાંચો.
'જે રામના નથી, તેઓ રાષ્ટ્રના કેવી રીતે હોઈ શકે?': અયોધ્યામાં કેજરીવાલનો મોટો હુમલો
"અયોધ્યા રામ મંદિર ભંડોળ ચોરી મામલે અરવિંદ કેજરીવાલે કર્યા ગંભીર આક્ષેપો. 'જે રામના નથી તે રાષ્ટ્રના નથી' કહીને દાન ચોરોને સજાની માંગ કરી. જમીન કૌભાંડ અને દાનમાં ગયેલી રકમની ઉચાપત વિશે સંપૂર્ણ વિગત અહીં વાંચો."
સાણંદના ડરણમાં ખેડૂતોની લડત: 'આપ' નેતા બ્રિજરાજ સોલંકીએ સરકારને આપ્યો પડકાર
સાણંદના ડરણ ગામે ખેડૂતોના સમર્થનમાં ઉતરેલા 'આપ' યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ સરકારને ચેતવણી આપી છે. દેવા માફી અને ખેડૂત હકની લડત વિશેની સંપૂર્ણ માહિતી.