મુખ્ય સામગ્રી પર જાઓ

શું ગુજરાતમાં ન્યાયતંત્ર બાકી છે? ઝઘડિયા દુર્ઘટના પર AAP નેતા નિરંજન વસાવાના સરકાર પર આકરા પ્રહારો

ઝઘડિયા GIDC બોઇલર બ્લાસ્ટમાં મૃતકોને ન્યાય અપાવવા ગયેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય નેતાઓની ધરપકડ થતા વિવાદ. નિરંજન વસાવાએ સરકાર અને પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

શું ગુજરાતમાં ન્યાયતંત્ર બાકી છે? ઝઘડિયા દુર્ઘટના પર AAP નેતા નિરંજન વસાવાના સરકાર પર આકરા પ્રહારો

અમદાવાદ / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઝઘડિયા જીઆઇડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની આવેલી છે, તેમાં બોઇલર ફાટવાને કારણે ત્રણથી પણ વધુ કર્મચારીઓ કાળનો કોળિયો બન્યા (મૃત્યુ પામ્યા) હતા. તેમ છતાં પણ કોઈ રાજકીય કે સામાજિક આગેવાન પીડિતોને ન્યાય અપાવવા આગળ આવ્યા નહોતા. ત્યારબાદ પીડિત પરિવારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો સંપર્ક કરી ન્યાયની અપેક્ષા સાથે તેમને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. 

જ્યારે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચીને કંપનીના સત્તાધીશો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહી હતી, તે જ સમયે ભારતીય જનતા પાર્ટીના આગેવાન રોશન વસાવા અને તેમના માણસો દ્વારા ચૈતરભાઈ વસાવા સાથે બોલાચાલી કરવામાં આવી હતી. આ ભાજપના નેતાઓએ પીડિત પરિવારોને ન્યાય અપાવવાના બદલે આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ઘર્ષણ ઊભું કર્યું હતું. તેમ છતાં ચૈતરભાઈએ જણાવ્યું હતું કે, તેઓ કંપનીના મેનેજર અને એમ.ડી. સાથે વાત કરીને પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવશે. પરંતુ, આ એક પૂર્વઆયોજિત કાવતરું હતું, જેથી કરીને ચૈતરભાઈ સાથે ઘર્ષણ કરીને મૂળ મુદ્દો ભટકાવી શકાય. આજે સોશિયલ મીડિયામાં આ વીડિયો ક્યાંય દેખાઈ રહ્યો નથી કે ઘર્ષણની શરૂઆત સામેવાળા પક્ષે કરી હતી. 

આમ છતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઇ અને સર્જનભાઇ વસાવાને નોટિસ આપીને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું. જ્યારે આ આગેવાનો ત્યાં હાજર થયા, ત્યારે તેમની પૂછપરછ કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ સુધી તેમને છોડવામાં આવ્યા નથી.

’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમારે ભારતીય જનતા પાર્ટી, સરકારમાં બેઠેલા નેતાઓ-પ્રતિનિધિઓ અને પોલીસ પ્રશાસનને પૂછવું છે કે, શું તમે ભાજપના ઈશારે કામ કરી રહ્યા છો? જે લોકોએ ઘર્ષણ કર્યું તેમની સામે કે કંપની સામે હજુ સુધી કોઈ એફ.આઈ.આર. (FIR) કેમ કરવામાં આવી નથી? ચૈતરભાઈ વસાવા તો પીડિત પરિવારને ન્યાય અપાવવા ગયા હતા, પરંતુ પોલીસ પ્રશાસનનો આડકતરો ઉપયોગ કરીને ચૈતરભાઈ અને તેમની આખી ટીમને ખોટી એફ.આઈ.આર., ખોટા કેસો અને ખોટી નોટિસો આપીને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે. 

અમારા ત્રણ આગેવાનો ગઈકાલથી ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હતા અને અત્યારે હાલમાં તેમને ભરૂચ એસ.પી. ઓફિસે લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. અમારી ભારતીય જનતા પાર્ટી અને ન્યાયપાલિકાને વિનંતી છે કે, શું ગુજરાતમાં ન્યાયતંત્ર જેવું કંઈ રહ્યું છે કે નથી રહ્યું? જ્યારે ત્રણ-ચાર લોકોના મૃત્યુ થાય છે, ત્યારે આ ભાજપના નેતાઓ સાત-આઠ દિવસ સુધી ક્યાં ગાયબ હતા? તેમને આ ગંભીર ઘટના કેમ ન દેખાઈ? અને જ્યારે અમારી પૂરી ટીમ પ્રજાના ન્યાય માટે તેમની સાથે ઊભી રહે છે, ત્યારે અમારો અવાજ દબાવવાનો અને ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હું પોલીસ પ્રશાસન અને ન્યાયતંત્રને કહેવા માંગું છું કે લોકતંત્ર જીવતું રહે તે માટે આ સમગ્ર મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: AAP ગુજરાત નિરંજન વસાવા AAP ભાજપ સરકાર પર પ્રહાર ઝઘડિયા GIDC દુર્ઘટના Jhagadia Boiler Blast Chaitar Vasava Arrest ગુજરાત ન્યાયતંત્ર સવાલ ઝઘડિયા બોઇલર બ્લાસ્ટ ચૈતર વસાવા ધરપકડ

સંબંધિત સમાચાર