મુખ્ય સામગ્રી પર જાઓ

PM-JAY કાર્ડના નવા નિયમોથી ગરીબો પરેશાન, હોસ્પિટલો કરી રહી છે મનમાની : વિનોદ પરમાર AAP

ગુજરાતમાં PM-JAY આયુષ્માન કાર્ડ બંધ થવાથી ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં! હોસ્પિટલોની મનમાની અને કાર્ડ રિન્યુઅલની સમસ્યાઓ વિશે AAP નેતા વિનોદ પરમારનો આકરો પ્રહાર.

PM-JAY કાર્ડના નવા નિયમોથી ગરીબો પરેશાન, હોસ્પિટલો કરી રહી છે મનમાની : વિનોદ પરમાર AAP

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત સ્ટેટ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે એક વિડિયો દ્વારા ભાજપ સરકારની આરોગ્ય નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, આજે એક ચોંકાવનારો વિષય સામે આવ્યો છે. PM-JAY (આયુષ્માન) યોજનામાં કાર્ડની વેલીડીટી પૂરી થઈ જવાના લીધે અનેક ગરીબ દર્દીઓના કાર્ડ બંધ થઈ ગયા છે. કાર્ડ બંધ થવાને કારણે ગરીબોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઇમરજન્સીના સમયે પણ તેમને સારવાર મળતું નથી. હોસ્પિટલો દ્વારા પહેલા કાર્ડ રિન્યુ કરાવવાનો આગ્રહ રાખીને મનમાની કરવામાં આવી રહી છે, જેનાથી ખાનગી હોસ્પિટલોને સીધો ફાયદો થઈ રહ્યો છે. તેમણે પંજાબની 'આપ' સરકારનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે કોઈપણ રોગ કે હોસ્પિટલની મર્યાદા વિના ₹૧૦ લાખ સુધીની મફત આરોગ્ય સેવાઓ આપતું કાર્ડ બનાવ્યું છે. ત્યાં કોઈ જટિલ નિયમો કે આવકના દાખલાની વેલિડિટીની ઝંઝટ નથી. શું ભાજપ સરકાર આવી લોકઉપયોગી વ્યવસ્થા કરી શકશે? ના, કારણ કે ભાજપ સરકાર માત્ર કમાણી કરવામાં અને ઇન્સ્યોરન્સ કંપનીઓને ફાયદો કરાવવામાં વ્યસ્ત છે.

વિનોદ પરમારે હોસ્પિટલોની પોલિસી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ યોજના સંપૂર્ણપણે ઇન્સ્યોરન્સ બેઝ્ડ હોવાથી હોસ્પિટલો મનમાની કરે છે. દર્દી દાખલ થાય ત્યારે એપ્રૂવલ આવવામાં ૩-૪ દિવસ લાગે છે અને ડિસ્ચાર્જ વખતે પણ ઉપરથી મંજૂરી નથી આવી તેમ કહીને ગરીબ દર્દીઓને અટકાવી રાખવામાં આવે છે, જેના કારણે દર્દીઓએ પોતાના ગજવામાંથી પૈસા ચૂકવવા પડે છે. જો સરકાર ખરેખર ગરીબોનું ભલું ઈચ્છતી હોય તો પંજાબ સરકારની જેમ ₹૧૦ લાખની મર્યાદાવાળું અને કોઈ પણ નિયમોના બંધન વગરનું કાર્ડ લોન્ચ કરવું જોઈએ. હવે જનતાએ જાગૃત થઈને આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: PM-JAY ગુજરાત Ayushman Card PM-JAY Gujarat PM-JAY કાર્ડ PM-JAY Card આયુષ્માન કાર્ડ

સંબંધિત સમાચાર