મુખ્ય સામગ્રી પર જાઓ

પોરબંદર AAP મહામંત્રી હિતેશ મોઢવાડિયા પર ખોટી ફરિયાદનો આરોપ: પ્રવીણ રામનું મોટું નિવેદન

પોરબંદરના તાલુકા પંચાયત સભ્ય અને AAP જિલ્લા મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયાને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને દબાવવા માટે કરવામાં આવેલી આ કાર્યવાહી સામે આમ આદમી પાર્ટી મજબૂતીથી હિતેશભાઈની સાથે છે.

પોરબંદર AAP મહામંત્રી હિતેશ મોઢવાડિયા પર ખોટી ફરિયાદનો આરોપ: પ્રવીણ રામનું મોટું નિવેદન

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લાના મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયા પર ખોટી રીતે ફરિયાદ કરીને તેમને દબાવવાના પ્રયત્ન થયા હતા. હિતેશભાઈ મોઢવાડિયા મંત્રીના ગામ મોઢવાડામાં તાલુકા પંચાયત જીતેલા સદસ્ય છે. તેઓ જીતેલા સદસ્ય છે અને જો ક્યાંય ખરાબ કામ થતું હોય તો તેનો વિરોધ કરવો એ એમની ફરજ છે અને એ ફરજના ભાગરૂપે હિતેશભાઈ મોઢવાડિયાએ જે તે રસ્તાનું કામ યોગ્ય રીતે થતું ન હતું તેના માટે એમણે મામલતદારને લેખિતમાં અરજી કરી હતી અને લાઈવ થઈને તેમણે પ્રજાને પણ જાગૃત કરવાનું કામ કર્યું હતું.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ કામ સુધારવાની જગ્યાએ અને કોન્ટ્રાક્ટરને આદેશ આપીને કામ સારું કરવાની જગ્યાએ એ લોકોએ આખી વાતને ઉલટાવી નાખી અને હિતેશભાઈ મોઢવાડિયા પર ખોટી ફરિયાદ કરી કે હિતેશભાઈ ધાક ધમકી આપે છે, પૈસા ઉઘરાવે છે. જો હિતેશભાઈ પૈસા ઉઘરાવનાર માણસ હોય તો એ લાઈવ શું કરવા આવે? મામલતદાર કચેરીમાં આવેદનપત્ર શા માટે આપે? તો હિતેશભાઈને ખોટી રીતે ફસાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે કારણકે તેઓ ખેડૂતો માટે લડત લડે છે અને તેઓ તાલુકા પંચાયતની સીટ જીતીને આવે છે એટલા માટે ઘણા લોકોને એ વાત હજમ થતી નથી. માટે તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી અને તેમને ફસાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી હિતેશભાઈની સાથે છે. ટૂંક જ સમયમાં હિતેશભાઈ સત્યની લડાઈમાં જીતશે અને બહાર આવશે અને પોતાની લડાઈ ચાલુ રાખશે અને જે ભ્રષ્ટાચાર થાય છે તેને જનતા સમક્ષ ખુલ્લો પાડશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત સમાચાર ગુજરાત રાજકારણ સમાચાર પ્રવીણ રામ AAP નિવેદન પોરબંદર તાલુકા પંચાયત વિવાદ હિતેશ મોઢવાડિયા પોરબંદર

સંબંધિત સમાચાર