મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

666 लेख
વિસાવદર પંથક માટે વિકાસના દ્વાર ખુલ્લા: ઓજત નદી પર ખંભાળિયા અને વેકરિયા ગામે બે નવા ચેકડેમ મંજૂર

વિસાવદર પંથક માટે વિકાસના દ્વાર ખુલ્લા: ઓજત નદી પર ખંભાળિયા અને વેકરિયા ગામે બે નવા ચેકડેમ મંજૂર

વિસાવદર મતવિસ્તારના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે, જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિશેષ પ્રયાસોથી ઓજત નદી પર ખંભાળિયા ગામે અંદાજે બે કરોડના ખર્ચે અને વેકરિયા ગામે નવા ચેકડેમ બનાવવા માટે સરકારી મંજૂરી મળી ગઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ભાજપ શાસનમાં દીવા પાછળ અંધારું છે મનોજ સોરઠીયા

ભાજપ શાસનમાં દીવા પાછળ અંધારું છે મનોજ સોરઠીયા

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શાસક પક્ષ દ્વારા લોકોને દીવા પ્રગટાવવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે લોકો દીવા પ્રગટાવે કે ન પ્રગટાવે, પરંતુ ભાજપના વર્તમાન શાસનમાં ચારેય બાજુ દીવા પાછળ અંધારું જ જોવા મળી રહ્યું છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
PM મોદીના જન્મદિવસે AAP શરૂ કરશે “દીવા તળે અંધારું” નામનું કેમ્પેઇન: મનોજ સોરઠીયા

PM મોદીના જન્મદિવસે AAP શરૂ કરશે “દીવા તળે અંધારું” નામનું કેમ્પેઇન: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા નવા નવા નાટકો લઈને તૈયાર રહે છે. ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ પાસે જનતાની પીડા સાંભળવાનો કે એસી ઓફિસમાં બેસીને જનતાના કામ કરવાનો બિલકુલ સમય નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મજયંતી નિમિત્તે તેઓ બાઇકો લઈને તાયફા કરવા માટે તૈયાર બેઠા છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
નર્મદા જિલ્લામાં નકલી દવાના છંટકાવથી કપાસનો પાક બળીને ખાખ: નિરંજન વસાવા દ્વારા ખેડૂતોને ન્યાય અપાવવા ઉગ્ર માંગ

નર્મદા જિલ્લામાં નકલી દવાના છંટકાવથી કપાસનો પાક બળીને ખાખ: નિરંજન વસાવા દ્વારા ખેડૂતોને ન્યાય અપાવવા ઉગ્ર માંગ

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર અને તિલકવાડા સહિતના વિવિધ તાલુકાઓના ખેડૂતોએ કપાસના પાકમાં 'મોનોક્રોટોફોસ' નામની દવાનો છંટકાવ કર્યો હતો. વરસાદ બાદ પિયત આપીને દવાનો છંટકાવ કરતાની સાથે જ સમગ્ર કપાસનો પાક બળીને ખાખ થઈ ગયો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
યુપીઆઈ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% ટેક્સના શાહી ફરમાન સામે 'આપ'નો ઉગ્ર વિરોધ: મનોજ સોરઠીયાની આક્રમક રજૂઆત

યુપીઆઈ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% ટેક્સના શાહી ફરમાન સામે 'આપ'નો ઉગ્ર વિરોધ: મનોજ સોરઠીયાની આક્રમક રજૂઆત

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં દિલ્હીથી એક શાહી ફરમાન બહાર પાડવામાં આવ્યું છે, જે દેશના લોકોના ખિસ્સા કાપવાની શરૂઆત સમાન છે. ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈ ટેક્નોલોજી દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ તેને બરબાદ કરવાના હેતુથી સરકાર બિનજરૂરી ટેક્સ નાખી રહી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
૩૦ સપ્ટેમ્બર સુધી રાહ જોયા વગર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો: ઇસુદાન ગઢવીની સરકાર સમક્ષ ઉગ્ર માંગ

૩૦ સપ્ટેમ્બર સુધી રાહ જોયા વગર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો: ઇસુદાન ગઢવીની સરકાર સમક્ષ ઉગ્ર માંગ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી રાજ્યમાં ઉદ્ભવેલી ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, મજૂરો અને વાવેતર કરનારા ભાગિયાઓ અત્યંત ચિંતિત છે. ભાજપ સરકારના મંત્રીઓ એવાં નિવેદનો આપી રહ્યા છે જેનાથી ખેડૂતોની ચિંતા વધી રહી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે AAP ની કમર કસી: ગોપાલ ઇટાલીયાએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થયાનું જણાવ્યું

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે AAP ની કમર કસી: ગોપાલ ઇટાલીયાએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થયાનું જણાવ્યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી ચૂંટણી મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પૂરતી તૈયારીઓ સાથે કમર કસી લીધી છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ગાંધીનગરના કુડાસણ સ્લેબ તૂટવા મામલે 'આપ'નું ઉગ્ર આવેદનપત્ર: તંત્રની બેદરકારી સામે યોગ્ય તપાસની માંગ

ગાંધીનગરના કુડાસણ સ્લેબ તૂટવા મામલે 'આપ'નું ઉગ્ર આવેદનપત્ર: તંત્રની બેદરકારી સામે યોગ્ય તપાસની માંગ

ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક શ્રમિકો અને નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચીને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
દેવભૂમિ દ્વારકામાં મજબૂતીથી સત્યાગ્રહનો બીજો ભાગ શરૂ થઈ ગયો છે, અમે ગામડે ગામડે પહોંચી રહ્યાં છીએ: ઈસુદાન ગઢવી

દેવભૂમિ દ્વારકામાં મજબૂતીથી સત્યાગ્રહનો બીજો ભાગ શરૂ થઈ ગયો છે, અમે ગામડે ગામડે પહોંચી રહ્યાં છીએ: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા જાણીતા ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકાના એક ગામમાં એક મગફળીનો પાક બતાવીને જણાવ્યું હતું કે મગફળીનો પાક સુકાઈ ગયો છે, સરકારને હજુ એવું હોય કે “જો કદાચ એકાદ ઇંચ વરસાદ પડી જાય અને દુષ્કાળ જાહેર ન કરવું પડે” તો હું એમને કહેવા માગું છું કે હવે આ પાક બચે એમ નથી. અમે દેવભૂમિ દ્વારકાના ગામડે ગામડે જઈને સત્યાગ્રહનો બીજો ભાગ શરૂ કરી દીધો છે અને દુષ્કાળ જાહેર કરાવવાના ફોર્મ ભરવા માટે ખેડૂતોની લાઈન લાગી રહી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ગુજરાતમાં ૮,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ માત્ર કાગળ પર હોવાનો ધડાકો: ગોપાલ ઇટાલિયાએ સહકારી ક્ષેત્રની ગેરરીતિઓ ઉજાગર કરી

ગુજરાતમાં ૮,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ માત્ર કાગળ પર હોવાનો ધડાકો: ગોપાલ ઇટાલિયાએ સહકારી ક્ષેત્રની ગેરરીતિઓ ઉજાગર કરી

ગાંધીનગરમાં વિધાનસભા સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલી અનિયમિતતાઓ અને બોગસ મંડળીઓ અંગે વિગતો રજૂ કરી છે. તેમણે વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થયેલા સરકારી આંકડાઓને ટાંકીને ખુલાસો કર્યો હતો કે, સમગ્ર રાજ્યમાં નોંધાયેલી આશરે ૯૧,૫૦૦ જેટલી સહકારી મંડળીઓમાંથી માત્ર ૮૩,૫૦૦ જ ખરેખર કાર્યરત છે, જ્યારે ૮,૦૦૦થી પણ વધુ મંડળીઓ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવે છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
અમરેલી અને જૂનાગઢમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની કથળતી સ્થિતિ ખુલ્લી: ૨૦માંથી ૧૪ જગ્યાઓ ખાલી હોવાનો ધડાકો

અમરેલી અને જૂનાગઢમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની કથળતી સ્થિતિ ખુલ્લી: ૨૦માંથી ૧૪ જગ્યાઓ ખાલી હોવાનો ધડાકો

ગાંધીનગરમાં વિધાનસભા સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની કથળતી જતી વહીવટી સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિધાનસભામાં રજૂ કરેલા પ્રશ્નોના જવાબો ટાંકીને ખુલાસો કર્યો હતો કે, અમરેલી અને જૂનાગઢ જેવા મહત્વના જિલ્લાઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO) ની કુલ મંજૂર થયેલી ૨૦ જગ્યાઓમાંથી ૧૪ જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે, જેમાં અમરેલી જિલ્લાની ૯ માંથી ૭ અને જૂનાગઢની જગ્યાઓનો સમાવેશ થાય છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
વિસાવદર વિધાનસભા વિસ્તાર માટે ૩૦ કરોડથી વધુના વિકાસ કામો મંજૂર: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાઠવ્યા અભિનંદન

વિસાવદર વિધાનસભા વિસ્તાર માટે ૩૦ કરોડથી વધુના વિકાસ કામો મંજૂર: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાઠવ્યા અભિનંદન

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદર વિધાનસભા વિસ્તાર માટે મંજૂર થયેલા ત્રણ મુખ્ય વિકાસ કામોની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે વિસાવદરની વર્ષો જૂની માંગણી એવી વિસાવદર-સતાધાર બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ગૂગલ મેપના પ્રિન્ટ કરેલા નકશા પર દોરેલી યોજના બતાવીને સમજાવ્યું હતું કે જૂનાગઢ, ભેંસાણ, બગસરા કે માણેકવાડા તરફથી આવતા વાહનોને સતાધાર કે વિસાવદર જવામાં કેટલી સુવિધા રહેશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
વિધાનસભા સત્રમાં પૂછાયેલા પ્રશ્નથી પૂંજ કમિશનનો રિપોર્ટ છુપાવવાનું કાળું સત્ય બહાર આવ્યું: ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ

વિધાનસભા સત્રમાં પૂછાયેલા પ્રશ્નથી પૂંજ કમિશનનો રિપોર્ટ છુપાવવાનું કાળું સત્ય બહાર આવ્યું: ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ

ગાંધીનગરમાં ચાલી રહેલ વિધાનસભા મોન્સુન સત્ર દરમિયાન થયેલ પ્રશ્નોત્તરી અંગે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગૃહ વિભાગને લગતા પ્રશ્નોના માધ્યમથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને ૧૪ પાટીદાર યુવાનોની શહીદી અંગે સરકારે નિમેલા જસ્ટિસ કે.એ. પૂંજ કમિશને ૮ જુલાઈ ૨૦૨૦ના રોજ જ પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો હોવા છતાં સરકારે આજદિન સુધી તે દબાવી રાખ્યો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ગાંધીનગર સ્લેબ દુર્ઘટના: 'આપ' નેતાઓએ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી, જવાબદારી નક્કી કરવા માંગ

ગાંધીનગર સ્લેબ દુર્ઘટના: 'આપ' નેતાઓએ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી, જવાબદારી નક્કી કરવા માંગ

ગાંધીનગરમાં કુડાસણ ખાતે ગત રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આજે આમ આદમી પાર્ટીની ટીમે સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ અને ગાંધીનગરના ’આપ’ આગેવાનોએ ઇજાગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી હતી.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
લખપતમાં ઘાસચારાની ગંભીર અછત: પશુધન બચાવવા ૨૫ ગામોના માલધારીઓની હિજરત, AAP નેતાએ આપ્યું આવેદનપત્ર

લખપતમાં ઘાસચારાની ગંભીર અછત: પશુધન બચાવવા ૨૫ ગામોના માલધારીઓની હિજરત, AAP નેતાએ આપ્યું આવેદનપત્ર

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન પડવાને કારણે ગંભીર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પશુધન માટે લીલા અને સૂકા ઘાસચારા તેમજ પીવાના પાણીની ગંભીર અછત ઊભી થતાં તાલુકાના આશરે ૨૫ જેટલા ગામોમાંથી માલધારી પરિવારો પોતાના ૭૦૦થી વધુ પશુઓ સાથે અન્ય વિસ્તારો તરફ હિજરત કરવા મજબૂર બન્યા છે, જેનાથી પશુઓના સ્વાસ્થ્ય અને જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સુકાયેલા પાક લઈને વિધાનસભામાં જઈ રહેલા AAP ધારાસભ્યોને પોલીસે રોક્યા

સુકાયેલા પાક લઈને વિધાનસભામાં જઈ રહેલા AAP ધારાસભ્યોને પોલીસે રોક્યા

વિધાનસભા સત્ર દરમિયાન સરકાર સમક્ષ માંગ કરીશું કે દુષ્કાળ જાહેર કરીને ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકોને સહાય ચૂકવી ન્યાય આપવામાં આવે: ગોપાલ ઇટાલીયા.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સુકાયેલી મગફળી અને પાક સાથે વિધાનસભા પહોંચ્યા AAP નેતાઓ: દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગૃહમાં અવાજ બુલંદ

સુકાયેલી મગફળી અને પાક સાથે વિધાનસભા પહોંચ્યા AAP નેતાઓ: દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગૃહમાં અવાજ બુલંદ

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો સુકાયેલી મગફળી સહિતનો પાક લઈને વિધાનસભા પહોંચ્યા હતા. 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ'ની આગેવાની કરી રહેલા ઈસુદાન ગઢવીની સાથે AAP ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી તથા પ્રદેશ સંઘર્ષ અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ ખેડૂતોનો અવાજ બનીને દુષ્કાળ જાહેર કરવાની માંગ મજબૂતીથી ઉઠાવી હતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
વિધાનસભા ગૃહમાં ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરોના પ્રશ્ને અવાજ ઉઠાવશે AAP ધારાસભ્ય હેમંત ખવા

વિધાનસભા ગૃહમાં ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરોના પ્રશ્ને અવાજ ઉઠાવશે AAP ધારાસભ્ય હેમંત ખવા

આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં નહિવત પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરો હાલ અત્યંત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સેટેલાઈટના માધ્યમથી ખેતરમાં વાવેલા પાકની માહિતી મળતી હોવા છતાં સરકાર કે મંત્રીઓના ધ્યાને આ સુકાયેલો પાક આવતો નથી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
AAP દ્વારા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ પાર્ટ-૨ નો ૯ સપ્ટેમ્બરથી પ્રારંભ: ગામડે ગામડે ભરાશે અરજી ફોર્મ

AAP દ્વારા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ પાર્ટ-૨ નો ૯ સપ્ટેમ્બરથી પ્રારંભ: ગામડે ગામડે ભરાશે અરજી ફોર્મ

આમ આદમી પાર્ટીના ખંભાળિયા વિધાનસભા સંગઠન મંત્રી આલાભાઈ જામે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહના પાર્ટ-૧ બાદ હવે પાર્ટ-૨ ની જાહેરાત મુજબ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી જિલ્લાના દરેક ગામમાં ખેડૂતો માટે અરજી ફોર્મ ભરાવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ચલાવાશે. વરસાદના અભાવે ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે ત્યારે હક માટે અવાજ ઉઠાવાશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આપનું અભિયાન

રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આપનું અભિયાન

રાજ્યમાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા 'પ્લાન B' ની જાહેરાત કરવામાં આવી છે. આપના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ઓછા વરસાદના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, છતાં સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા