દિપક રાવલ દાહોદ: ગરબાડા તાલુકાના ટૂંકીવજુના કાકોલ ફળિયામાં અવારનવાર દીપડાએ ગામના દસ્તક દેતા ગામ લોકોમાં ભયનો માહોલ સેવાયો હતો. દીપડો અવારનવાર ફળિયામાં તથા ઘરમાં ઘુસી આવી બકરાનો શિકાર કરતો હોવાની રજૂઆત ટૂંકીવજુ ગામના સરપંચ દ્વારા ગરબાડા ફોરેસ્ટ વિભાગને કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખીને, નાયબ વન સંરક્ષક બારીયા, આર એમ પરમારનાં માર્ગદર્શન હેઠળ ગરબાડા ફોરેસ્ટર એમ એલ બારીયા સહિતની ફોરેસ્ટ ટીમ દ્વારા ટૂંકીવજુના કાકોલ ફળિયામાં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યુ હતુ. જેમા આજરોજ શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા દીપડાને રેસ્ક્યું સેન્ટર જાંબુઘોડા ખાતે મોકલી આપવામા આવેલ છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
ગરબાડાના ટુંકીવજુના કાંકોલ ફળિયામાં શિકારની શોધમાં આવેલો દીપડો આખરે પાંજરે પુરાયો
ગામ નજીક છુપાયેલો દીપડો આખરે પકડાયો
સંબંધિત સમાચાર
રામપર વેકરામાં જીવદયાની સરાહનીય પહેલ: પક્ષીઓ માટે મૂકાયાં પક્ષીઘર અને પાણીના કુંડાં
ભક્તિમય બન્યું નખત્રાણા: શનિદેવ મંદિરે ૧૩મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
ગુજરાત લોકભવનમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત': વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી