ભાયાવદર: ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશો તથા સોમવારે સવારે 8 કલાક થિ 12 વાગ્યા સુધી પરંપરા મુજબ ખોડીયાર માતાજીનું પૂજન ધ્વજા રોહન યજ્ઞ, નારાયણ હવનનું આયોજન કરવામાં આવે છે અને ત્રણ દિવસ મેળામાં કાર્યક્રમો અને ભાયાવદરમાં ના ડુંગરની તળેટીમાં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે તારીખ 18 ના રોજ સવારમાં ૮ થી ૧૨ સુધી લોકો પરંપરાગત મુજબ ખોડીયાર પહોંચી જાય છે. તળેટીના પગથિયાં ચડી લોકો માતાજીના દર્શન કરી ધન્ય પામે છે માતાજીના પૂજન અર્ચના ધ્વજા રોહન હવન યોજાશો તથા સાંજે ચાર વાગ્યે ભાયાવદરમાં ખોડીયાર માતાજી મંદિર પુજારી ના હસ્તે મેળાનું પ્રારંભ કરાશે મેળામાં 18 થી 20 સપ્ટેમ્બર ના રાત્રે મંગળવાર અને બુધવારે બે દિવસ મ્યુઝિક પાર્ટી નું કાર્યક્રમ યોજાશો અને ભાયાવદરના મેળામાં ઋિષ પાચમ નિમિત્તે મેળાનું મહત્વ હોય છે અને આજુ બાજુના ગામના લોકોપણ પહોંચી જાય છે અને ત્યાંના ગ્રાઉન્ડમાં ચગડોળ .નાની હોળી અને ફજર ફારકા.. પ્લેન વાળી ચકડોળ.. બાળકો માટે રાઇડ્સ. રમકડા મોતનો કુવો અને આજુબાજુ ગામના લોકો હોશે હોશે ભાયાવદરના મેળામાં અને આનંદ અને ઉલ્લાસ સાથે મોજ માણવા પહોંચી જાય છે.
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશે
ભાયાવદરમાં ડાકનિયા ડુંગરની શાંત સુંદરતાની વચ્ચે એક રહસ્યમય આશ્રયસ્થાન આવેલું છે, જ્યાં સંસ્કૃતિના અદભૂત પ્રદર્શનમાં પરંપરા અને ઉત્સવ એકબીજા સાથે જોડાયેલા છે. તે એક એવી જગ્યા છે જ્યાં આધ્યાત્મિકતાનું હૃદય હાસ્યની લયમાં ધબકે છે, જ્યાં પવિત્ર અને આનંદ એકરૂપ થાય છે. મોહક ખોડિયાર મંદિર પાસે ત્રણ દિવસીય લોકમેળામાં આપનું સ્વાગત છે.
સંબંધિત સમાચાર
રામપર વેકરામાં જીવદયાની સરાહનીય પહેલ: પક્ષીઓ માટે મૂકાયાં પક્ષીઘર અને પાણીના કુંડાં
ભક્તિમય બન્યું નખત્રાણા: શનિદેવ મંદિરે ૧૩મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
ગુજરાત લોકભવનમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત': વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી