પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 21 જૂન 2026ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 ના અવસર પર મંડળના વિવિધ મહત્વપૂર્ણ સ્થળો તેમજ ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વ્યાપક સ્તરે યોગ સત્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આયોજન ન માત્ર રેલવે પરિસરો, પરંતુ ચાલતી ટ્રેનોમાં પણ મુસાફરોને સ્વાસ્થ્ય, સંતુલિત જીવનશૈલી અને સમગ્ર કલ્યાણ પ્રત્યે જાગૃત કરવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના કુશળ માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમો અંતર્ગત મુખ્ય યોગ સત્ર નીચેના મહત્વપૂર્ણ સ્થળોએ આયોજિત કરવામાં આવશે.
· સામુદાયિક ભવન, સાબરમતી
· ઓલ્ડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, સાબરમતી
· રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કાંકરિયા
· સામુદાયિક ભવન, ગાંધીધામ
· સામુદાયિક ભવન, વિરમગામ
ચાલતી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનોમાં અનોખી પહેલ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વધુ વ્યાપક અને જનસુલભ બનાવવા માટે અમદાવાદ મંડળ દ્વારા ચાર પ્રતિષ્ઠિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવશે. આ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ બેઠક પર બેસીને કરી શકાય એવા સરળ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરી શકશે.
આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
· ગાડી સંખ્યા 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
· ગાડી સંખ્યા 12462 સાબરમતી – જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
· ગાડી સંખ્યા 26964 અસારવા – ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ
· ગાડી સંખ્યા 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ
અમદાવાદ મંડળ દ્વારા અગાઉ પણ અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને ગાંધીધામ સહિતના વિવિધ મહત્વપૂર્ણ સ્ટેશનો પર યોગ અભ્યાસ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે કર્મચારીઓ અને મુસાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની થીમ “Yoga for Healthy Ageing” ને અનુરૂપ પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ સ્વસ્થ જીવનશૈલી અને સામૂહિક કલ્યાણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
પશ્ચિમ રેલવે તેના તમામ માનનીય રેલ મુસાફરો અને રેલ કર્મચારીઓને અપીલ કરે છે કે તેઓ આ યોગ સત્રોમાં સહભાગી બની સ્વસ્થ જીવન તરફ આગળ વધે અને આ વૈશ્વિક અભિયાનનો હિસ્સો બને.