મુખ્ય સામગ્રી પર જાઓ

ભારે વરસાદથી પ્રભાવિત ઉના તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં ફૂડપેકેટ વિતરણ કરાયા

કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ઈન્ડિયન રેડક્રોસ અને સખાવતી સંસ્થાઓના સ્વયંસેવકોની સરાહનીય કામગીરી, ૨૦૦ કિલો ફરસાણમાંથી તૈયાર કરાયેલા ૨૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ભારે વરસાદથી પ્રભાવિત ઉના તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં ફૂડપેકેટ વિતરણ કરાયા

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. જિલ્લાના ઉના તાલુકામાં ભારે વરસાદને કારણે પ્રભાવિત થયેલા ગામોમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને સખાવતી સંસ્થાઓના સ્વયંસેવકોના સહયોગથી ૨૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ઉના તાલુકાના અનેક ગામોમાં જનજીવનને અસર પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર શ્રી જે.એન.વાઘેલાની માર્ગદર્શન અને સૂચના અનુસાર ત્વરીત રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આપત્તિના સમયમાં નાગરિકોને સમયસર સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે રેડ ક્રોસ સોસાયટી જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંકલનમાં છે. ત્યારે, રાહત કામગીરીના ભાગરૂપે આશરે ૨૦૦ કિલો ફરસાણમાંથી તૈયાર કરાયેલા ૨૨૦૦ ફૂડ પેકેટો ઉના તાલુકાના પસવાળા, ગાંગડા, સનખડા, ખત્રીવાડા, માણેકપુર અને સામતેર જેવા પ્રભાવિત ગામોમાં મોકલવામાં આવ્યા હતાં.

આ ફૂડ પેકેટોનું વિતરણ કાર્ય સેવાભાવી સખાવતી સંસ્થાઓના સ્વયંસેવકોના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેથી જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે પહોંચી શકે. આ વિતરણ વ્યવસ્થામાં ઈન્ડિયન રેડ ક્રોસ ગીર સોમનાથના પ્રેસિડન્ટ ચેરમેન અતુલ કાનાબાર, ચેરમેન કિરીટ ઉનડકટ, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સમીર ચંદ્રાણી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, કમિટી સભ્યો રાજેશભાઈ પટેલ અને વિમલભાઈ ગજ્જર સહિત મેનેજમેન્ટ સ્ટાફે સહયોગ આપ્યો હતો.

Tags: ભારે વરસાદ ઈન્ડિયન રેડક્રોસ ગીર સોમનાથ સખાવતી સંસ્થા

સંબંધિત સમાચાર