મુંબઈ : એજિયાસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે એના યુનિટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ (ULIPs) મારફતે પોતાના પ્રકારનું થીમ પર આધારિત ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન ઇન્ડિજીનિયસ ફંડ લૉંચ કરવાની જાહેરાત કરી હતી. ફંડ રોકાણના વિવિધતાસભર પોર્ટફોલિયો મારફતે લાંબા ગાળાની ત્રણ માળખાગત થીમો – ભારતની વિકાસગાથા, સ્વદેશીકરણ અને કૌશલ્ય સાથે સુસંગત વ્યવસાયોમાં રોકાણ કરે છે. ભારતના સૌથી મોટા માર્કેટ સૂચકાંકો પૈકીના એક BSE 500 ઇન્ડેક્સનો બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરીને ઇન્ડિજીનિયસ ફંડ રોકાણ કરવા વિવિધતાસભર મલ્ટિ-કેપ અભિગમને અનુસરે છે, જે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. BSE 500 ઇન્ડેક્સને બેન્ચમાર્ક તરીકે પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે તે અલગ-અલગ ક્ષેત્રો અને બજાર મૂડીકરણ ધરાવતી ભારતની લિસ્ટેડ કંપનીઓના એક મોટા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી આ ફંડ રોકાણની વ્યૂહરચના સાથે સુસંગત છે. એનાથી ફંડને પોતાની રોકાણની થીમ સાથે સંબંધિત વ્યવસાયોમાં તકો ઓળખવામાં મદદ મળે છે તેમજ ભારતની બદલાતી કૉર્પોરેટ પૃષ્ઠભૂમિની વ્યાપકતા અને વિવિધતાનો લાભ પણ મળે છે.
ઇન્ડિજીનિયસ ફંડ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ છે, જે મુખ્યત્વે ઇક્વિટીલક્ષી રોકાણ વ્યૂહરચનાને અનુસરે છે. ફંડ એના પોર્ટફોલિયોમાંથી 80 ટકાથી 100 ટકા ફંડનું રોકાણ ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત માધ્યમોમાં કરે છે, તો બાકીનું રોકાણ કેશ અને મની માર્કેટ માધ્યમોમાં કરે છે, જેથી પર્યાપ્ત લિક્વિડિટી જળવાઈ રહે છે. પોર્ટફોલિયોનું સક્રિય મેનેજમેન્ટ ફંડના રોકાણના ઉદ્દેશો અને લાગુ નિયમનકારક માર્ગદર્શિકાઓ સાથે થશે.
આ લૉંચ પર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી જ્યુડ ગોમ્સે કહ્યું હતું, " ભારતની વૃદ્ધિના આગામી તબક્કાને માળખાગત વિકાસ, ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા, આત્મનિર્ભરતા અને ઇનોવેશનમાં સંકળાયેલા વ્યવસાયો દિશા આપશે. આ માળખાગત પ્રવાહો વેગ પકડવાની સાથે ગ્રાહકોએ ભારતની બદલાતી વિકાસગાથામાં સહભાગી થવા પોતાને સક્ષમ બનાવે એવા રોકાણ સોલ્યુશનોમાં રોકાણ કરવું જોઈએ એવું અમારું માનવું છે. ઇન્ડિજીનિયસ ફંડ સિંગલ ડાઇવર્સિફાઇડ ULIP ફંડની અંદર આ થીમોનો સમન્વય કરે છે, જે ગ્રાહકોને આ લાંબા ગાળાના માળખાગત પ્રવાહો સાથે સુસંગત વ્યવસાયોમાં રોકાણ કરવાની સરળ રીત પ્રદાન કરે છે. એજિયાસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સમાં અમે ગ્રાહકોને તેમની બદલાતી નાણાકીય જરૂરિયાતો સાથે પ્રસ્તુત સમાધાનો ઑફર કરવાની ખાતરી પૂરી કરવા કટિબદ્ધ છીએ. ઇન્ડિજીનિયસ ફંડ ગ્રાહકોને જીવન વીમાના કવચ સાથે તેમની લાંબા ગાળાની નાણાકીય આકાંક્ષાઓ હાંસલ કરવામાં મદદરૂપ થાય એવા ઇનોવેટિવ સોલ્યુશન પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાને વ્યક્ત કરે છે.”
ન્યૂ ફંડ ઑફર (NFO) 10 જુલાઈ, 2026ના રોજ યુનિટદીઠ ₹10ની નેટ એસેટ વેલ્યુ (NAV) પર ખુલશે. આ થીમ આધારિત ઇક્વિટી ફંડ એજિયાસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સ ULIP ઉત્પાદનો મારફતે ઉપલબ્ધ થશે, જેમાં AFLI વેલ્થ ગેઇન ઇન્સ્યોરન્સ પ્લાન, AFLI પ્લેટિનમ વેલ્થ બિલ્ડર પ્લાન, AFLI પ્રોગ્રો પ્લાન અને AFLI સ્માર્ટ ગ્રોથ પ્લાન સામેલ છે, જે ગ્રાહકોને વિવિધ થીમ પર આધારિત રોકાણ વ્યૂહરચનાનો લાભ લેવા સક્ષમ બનાવવાની સાથે ULIP મારફતે જીવન વીમાકવચનો લાભ મેળવાની સુવિધા આપે છે.