મુખ્ય સામગ્રી પર જાઓ

ઓટોડેસ્કની નવી પહેલ: સ્ટાર્ટઅપ્સ અને ફ્રીલાન્સર્સ માટે ડિજિટલ સ્ટોર પ્લેટફોર્મનું નવું સ્વરૂપ

ઓટોડેસ્કે ભારતમાં પોતાનું નવું સેલ્ફ-સર્વિસ ડિજિટલ સ્ટોર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. સ્ટાર્ટઅપ્સ અને ફ્રીલાન્સર્સ હવે માસિક સબ્સ્ક્રિપ્શન અને UPI દ્વારા સોફ્ટવેર ખરીદી શકશે.

ઓટોડેસ્કની નવી પહેલ: સ્ટાર્ટઅપ્સ અને ફ્રીલાન્સર્સ માટે ડિજિટલ સ્ટોર પ્લેટફોર્મનું નવું સ્વરૂપ

નવી દિલ્હી : ઓટોડેસ્કે આજે ભારતમાં 'ઓટોડેસ્ક સ્ટોર' માં લાવેલા નોંધપાત્ર પરિવર્તનની જાહેરાત કરી છે. કંપનીએ તેને સંપૂર્ણપણે 'સ્વ-સેવા ખરીદી પ્લેટફોર્મ 'માં ફેરવ્યું છે, જેનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ, ઉદ્યમીઓ, ફ્રીલાન્સર્સ અને દેશભરના નાના-મધ્યમ વ્યવસાયો માટે વ્યાવસાયિક ડિઝાઈન અને મેક ટેકનોલોજીને વધુ સુલભ બનાવવાનો છે. આ પગલું 'ડિજિટલ-ફર્સ્ટ ગો-ટુ-માર્કેટ મોડેલ' તરફ ઓટોડેસ્કના લક્ષ્યને સ્પષ્ટ કરે છે, જે ગ્રાહકો માટે કંપનીના 'ડિઝાઇન અને  મેક' સોલ્યુશન્સને શોધવાની, મૂલ્યાંકન કરવાની, ખરીદવાની અને સંચાલિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

ભારતમાં હાલમાં  ‘ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ના તાજેતરના ‘ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા’ અહેવાલ મુજબ 958 મિલિયન સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જે  ભારતને વિશ્વની સૌથી મોટી અને ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવે છે. ઇન્ટરનેટના વ્યાપને ધ્યાનમાં લેતા, ઓટોડેસ્કના સર્જક સમુદાય માટે વ્યાવસાયિક ટેકનોલોજી ખરીદવાનો અનુભવ પણ પાયાના સ્તરે બદલાયો છે. વ્યાવસાયિક કક્ષાની ટેકનોલોજીની સુલભતા સરળ બનાવીને અને ખરીદી તેમજ વપરાશના નવા વિકલ્પો રજૂ કરીને, નવેસરથી તૈયાર થયેલ ઓટોડેસ્ક સ્ટોર તમામ પ્રકારના વ્યવસાયો, ખાસ કરીને ઉભરતા વ્યવસાયો અને પ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરનારાઓ માટે અવરોધો ઘટાડવાનો પ્રયાસ કરે છે, જેઓ ભારત કે ‘વિકસિત ભારત’ માટે નવીનતા લાવવા, ડિઝાઇન કરવા અને નિર્માણ કરવા માંગે છે.

વર્ષ 2017માં શરૂ થયા પછી, આ પ્લેટફોર્મ ભારતમાં ઓટોડેસ્ક માટે ગ્રાહકો સુધી પહોંચવાનું એક સૌથી મહત્વનું વ્યૂહાત્મક માધ્યમ બની ગયું છે. આજે, આ ડિજિટલ સ્ટોર પર પહેલીવાર ખરીદી કરનારાઓમાં 50% થી વધુ હિસ્સો સ્ટાર્ટઅપ્સ, ફ્રીલાન્સર્સ અને નવા સાહસોનો છે. આ આંકડો દર્શાવે છે કે ભારતમાં ઉદ્યમીઓનું પ્રમાણ કેટલું મોટું છે અને નવી પેઢીના વ્યવસાયિકો માટે હવે ઓનલાઇન ખરીદી કરવી કેટલી સ્વાભાવિક બની ગઈ છે.

આ બદલાવ માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નથી, પરંતુ તેની અસર હવે નાના શહેરોમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યાં વધતી જતી સાહસિક પ્રવૃત્તિઓ અને ડિજિટલ સાક્ષરતાને કારણે નવીનતા લાવવાની તકો વધી રહી છે, જેનું પ્રમાણ એ છે કે ઓટોડેસ્કના ઓનલાઇન ગ્રાહકોમાં 20% થી વધુ હિસ્સો ટાયર-2 અને ટાયર-3 શહેરોનો છે. આ આંકડા સાબિત કરે છે કે કેવી રીતે ઉભરતા વ્યવસાયિક કેન્દ્રો ભારતની આગામી વિકાસયાત્રા અને ડિજિટલ ટેકનોલોજીના સ્વીકાર માટે મુખ્ય આધારસ્તંભ બની રહ્યા છે.

"ભારતમાં લગભગ એક અબજ સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે અને આ પેઢી માટે ડિજિટલ એ માત્ર એક માધ્યમ નથી, પરંતુ તેમની અપેક્ષા છે. આજે, ઓટોડેસ્કના સર્જક સમુદાયમાં રહેલા ડિઝાઈનર્સ, એનિમેટર્સ અને ઉત્પાદકો, અન્ય કોઈપણ વસ્તુ કે સેવાની જેમ જ વ્યાવસાયિક ટેકનોલોજીને ઓનલાઇન શોધવા, સમજવા અને તરત જ ખરીદવા માંગે છે," તેમ ઓટોડેસ્ક ઇન્ડિયા અને SAARCના ઉપપ્રમુખ કમોલિકા ગુપ્તા પેરેસે જણાવ્યું હતું.

"છેલ્લા એક વર્ષમાં, અમે સમગ્ર ભારતમાં અમારા ગ્રાહકો અને ઓટોડેસ્કના સર્જક સમુદાયની ઓનલાઇન ખરીદી કરવાની વર્તણૂક અને પસંદગીઓનું વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણ અને પ્રતિસાદોના આધારે જ અમે ઓટોડેસ્ક સ્ટોરને વધુ સરળ, સર્વસમાવેશક, સુગમ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવ્યો છે, જે આધુનિક ભારતીય વ્યવસાયો અને વ્યાવસાયિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમ જેમ ઓટોડેસ્કની પહોંચ સમગ્ર ભારતમાં વિસ્તરી રહી છે, તેમ અમે વ્યાવસાયિક ડિઝાઇન ટેકનોલોજીને વધુ સુલભ બનાવી રહ્યા છીએ, પછી ભલે ગ્રાહક ગમે ત્યાં સ્થિત હોય," તેમ ગુપ્તાએ ઉમેર્યું હતું.

આ અદ્યતન પ્લેટફોર્મ ખરીદીના એવા નવા વિકલ્પો અને સુવિધાઓ રજૂ કરે છે, જે ખાસ કરીને ભારતના સ્વતંત્ર વ્યાવસાયિકો અને નાના વ્યવસાયો કેવી રીતે કાર્ય કરે છે, તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે:

ઉત્પાદનો અને ચૂકવણીના વિવિધ વિકલ્પો: અધિકૃત ઓટોડેસ્ક ઓનલાઇન સ્ટોર પર ભારતમાં ઉપલબ્ધ ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી મળી રહે છે. અહીં 60 થી વધુ ઉત્પાદનો ખરીદી શકાય છે, જેના માટે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI અને ડેબિટ કાર્ડ જેવા ચૂકવણીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.

માસિક સબ્સ્ક્રિપ્શન: વ્યાવસાયિકો હવે ઓટોડેસ્કના ઉત્પાદનો માટે દર મહિને સબ્સ્ક્રિપ્શન લઈ શકે છે, જેમાં ઓટોકેડ વેબ માટે શરૂઆતની કિંમત ₹1,062 પ્રતિ માસ રાખવામાં આવી છે. ત્રણ મહિનાના પ્રોજેક્ટ પર કામ કરતા સ્વતંત્ર આર્કિટેક્ટ હોય, પોતાના પ્રથમ ઉત્પાદનનું પ્રોટોટાઇપ તૈયાર કરતી સ્ટાર્ટઅપ હોય, કે પછી ટૂંકા ગાળાના ડિઝાઇન પ્રોજેક્ટ પર કામ કરતી કોઈ પણ કંપની હોય, તેઓ હવે જરૂરિયાત મુજબના સમય માટે જ આ ઉદ્યોગ-માનક સાધનોનો ઉપયોગ કરી શકે છે.

ફ્લેક્સ ટોકન્સ (વપરાશ મુજબ ચૂકવણી): ઓટોડેસ્ક ફ્લેક્સ, જે ખાસ કરીને ભારતીય સ્ટોર પર જ ઉપલબ્ધ છે, તે ટીમોને ઉપયોગ મુજબના ટોકન્સ ખરીદવાની સુવિધા આપે છે. 100 ટોકન્સ માટેની કિંમત ₹29,300 થી શરૂ થાય છે, જે એક વર્ષ માટે માન્ય છે અને તેનો ઉપયોગ અનેક વપરાશકર્તાઓ તેમજ ઓટોડેસ્કના પસંદગીના ઉત્પાદનો માટે કરી શકાય છે.

સંપૂર્ણ સ્વ-સંચાલિત સેવા, કોઈની મદદ લેવાની જરૂર નથી: ગ્રાહકો ઝડપી મંજૂરી મેળવવા માટે આંતરિક રીતે ભાવ-પ્રસ્તાવ તૈયાર અને શેઅર કરી શકે છે, એક જ ચેકઆઉટ પ્રક્રિયામાં અનેક ઉત્પાદનોના ઓર્ડર પૂર્ણ કરી શકે છે, એકસાથે અનેક સબ્સ્ક્રિપ્શન રિન્યૂ કરી શકે છે, અને GST પાલન તથા ખરીદીની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન સંપૂર્ણપણે જાતે કરી શકે છે.

સોફ્ટવેરની ખરીદી જેમ જેમ વધુ ડિજિટલ બની રહી છે, તેમ ઓટોડેસ્કે તેમના પ્લેટફોર્મ પર ચૂકવણીના વિકલ્પોનો વ્યાપ વધાર્યો છે. હવે ગ્રાહકો UPI ઉપરાંત ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચૂકવણી કરી શકે છે, જેથી ભારતના તમામ ગ્રાહકો માટે તેમના જાણીતા અને રોજિંદા ચૂકવણીના માધ્યમો દ્વારા સોફ્ટવેર ઉત્પાદનો ખરીદવા વધુ સરળ બન્યા છે.

Tags: ઓટોડેસ્ક ઇન્ડિયા SAARC ફ્રીલાન્સર ડિઝાઈન સોફ્ટવેર ડિજિટલ-ફર્સ્ટ ઈન્ડિયા ઓટોડેસ્ક ઓટોકેડ ઓનલાઇન ખરીદી ઓટોડેસ્ક સ્ટોર ઇન્ડિયા સેલ્ફ-સર્વિસ સોફ્ટવેર પ્લેટફોર્મ ઓટોડેસ્ક માસિક સબ્સ્ક્રિપ્શન ડિઝાઇન અને નિર્માણ સોલ્યુશન્સ ઓટોડેસ્ક ફ્લેક્સ ટોકન્સ ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ડિઝાઈન ટેકનોલોજી

સંબંધિત સમાચાર