મુખ્ય સામગ્રી પર જાઓ

પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

નર્મદાનાં નાંદોદ તાલુકાના પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ આયોજનમાં પુર અને વીજળીથી બચવાના ઉપાયો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા : નર્મદાનાં નાંદોદ તાલુકાના પોઈચા ગામે આજરોજ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ કરવાનું થતું આયોજન, પુર અને વીજળીથી બચવાના ઉપાયો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સ્થાનિક આગેવાનો,નાયબ મામલતદારશ્રી, સરપંચશ્રી, તલાટીશ્રી, આશા અને આંગણવાડીના બહેનો, મધ્યાન્હ ભોજન યોજના સંચાલક, તરવૈયાઓ તેમજ ગામના નીચાણવાળા વિસ્તારનાં લોકો પણ જોડાયા હતા.

સંબંધિત સમાચાર