અમદાવાદ / મોરબી / ગાંધીનગર / ગુજરાત : આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પંકજ રાણસરીયાએ ટ્રેક્ટર રેલી દરમિયાન ચોકાવનારી બાબતે જણાવ્યું હતું કે, કોંગ્રેસના લોકો ખેડૂતના નામે રોટલા શેકતા હતા. ખેડૂતોએ ગાંધીનગર પહોંચવું એવી વાત થઈ હતી પરંતુ હવે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને પોતાની સભામાં લઈ જઈ રહી છે. ખેડૂતો જ્ઞાતિ જાતિ અને તમામ પ્રકારના પક્ષપાત ભૂલીને એકઠા થયા હતા. હું એક રાષ્ટ્રીય પાર્ટીનો આગેવાન છુ અને આ આંદોલનમાં ખેડૂતોને ટેકો આપવા માટે આવ્યો હતો. સવારથી ખેડૂતોને કોઈ લોકેશન આપવામાં આવતું ન હતું અને હવે રસ્તામાં ઊભા રાખીને કોંગ્રેસની સભામાં લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોંગ્રેસના બેનર શા માટે લગાવવામાં આવ્યા છે? ખેડૂતો કોંગ્રેસની સભાઓમાં તાલીઓ પાડવા માટે નથી આવ્યા. ગાંધીનગરની વાત થઈ હતી તો ખેડૂતો ગાંધીનગર જ જશે. અમે તમામ ખેડૂતો સાથે મળીને ગાંધીનગર જવાના છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત