મુખ્ય સામગ્રી પર જાઓ

સુરત: DGP ડૉ. કે.એલ.એન. રાવની લાજપોર જેલની મુલાકાત, બોર્ડ પરીક્ષામાં સફળ કેદીઓનું કર્યું સન્માન

DGP ડૉ. કે.એલ.એન. રાવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લીધી. બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કેદીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા.

સુરત: DGP ડૉ. કે.એલ.એન. રાવની લાજપોર જેલની મુલાકાત, બોર્ડ પરીક્ષામાં સફળ કેદીઓનું કર્યું સન્માન

સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જેલની કાયદો-વ્યવસ્થા અને બંદિવાનોના કલ્યાણ અર્થે ચાલતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ અને સુચારુ બનાવવા માટે તેમણે જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

વહીવટી સમીક્ષા બાદ DGP ડૉ. કે.એલ.એન. રાવે લાજપોર જેલના જુદા જુદા વિભાગો તેમજ કેદીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જેલવાસ દરમિયાન સખત પરિશ્રમ અને સકારાત્મક અભિગમ સાથે અભ્યાસ કરી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર બંદિવાનોને ડો. રાવના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

 

તેમણે તમામ સફળ બંદિવાનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવન સુધારણાનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે કેદીઓને જેલમુક્તિ બાદ સમાજના મુખ્ય પ્રવાહમાં સન્માનભેર ભળવા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રગતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Tags: DGP ડૉ. કે.એલ.એન. રાવ Lajpore Central Jail કેદી સુધારણા કાર્યક્રમ જેલ વહીવટ બંદિવાનોનું સન્માન જેલવાસમાં શિક્ષણ લાજપોર મધ્યસ્થ જેલ સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલ વિભાગ સુરત જેલ સમાચાર

સંબંધિત સમાચાર