મુખ્ય સામગ્રી પર જાઓ

સુરત પૂર રાહત: ગોડાદરામાં અસરગ્રસ્ત પરિવારોને મળી આર્થિક સહાય, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વિતરણ

સુરતના ગોડાદરા વિસ્તારમાં પૂરને કારણે નુકસાન વેઠનારા પરિવારોને ત્વરિત આર્થિક સહાય મળી રહે તે હેતુથી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાણા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈના હસ્તે કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરત પૂર રાહત: ગોડાદરામાં અસરગ્રસ્ત પરિવારોને મળી આર્થિક સહાય, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વિતરણ

સુરત શહેરના ગોડાદરાની પટેલ નગર ખાતે પૂરની પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત થયેલા પરિવારોને ત્વરિત રાહત પહોંચાડવા માટે જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરીના નુકસાન સામે આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રભારી મંત્રી અને કેન્દ્રીય જળશક્તિમંત્રીએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

પૂરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈને તેમની મુશ્કેલીઓ જાણ્યા બાદ સાંત્વના પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આપદાના સમયે સરકાર નાગરિકોની પડખે મક્કમતાથી ઊભી છે. સુરત શહેર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પૂરના કારણે જે પરિવારોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે, શહેરીજનો વહેલી તકે પોતાનું સામાન્ય જીવન પુનઃ શરૂ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝડપી સર્વે કરીને વિના વિલંબે સહાય ચૂકવવામાં આવી રહી છે, વધુમાં ઉમેર્યું હતું કે, સુરત શહેર પર આવેલી કોઈ પણ આફતનો  સામનો કરવા માટે વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાની સાથે શહેરીજનોનું પણ મોટું યોગદાન રહેતું હોય છે.

 

વધુમાં તેમણે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ સુરત અને નવસારીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે. વડાપ્રધાનની સૂચનાથી દરેક પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક સહાય પહોંચાડવા માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેર સફાઈ કર્મીઓના આ ઋણને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની સાથે-સાથે સફાઈ કર્મીઓ અને જાગૃત શહેરીજનોએ પણ સાથે મળીને 'સ્વચ્છ સુરત'ને ફરીથી બેઠું કરવામાં અને સ્વચ્છ બનાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે.

 

વહીવટી તંત્રની આ ત્વરિત કામગીરી અને સરકાર દ્વારા મળેલી સમયસરની આર્થિક સહાય બદલ સ્થાનિક રહીશોએ હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

 આ પ્રસંગે મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડે. મેયર સુધાકરભાઈ ચૌધરી, સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, જિલ્લા કલેકટર તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારી (દક્ષિણ) વી. જે. ભંડારી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત ઉધના મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: સુરત પૂર Surat Flood Relief Assistance પૂર રાહત સહાય Godadara flood victims aid Gujarat government flood support CR Patil Surat visit Surat municipal corporation relief work ગોડાદરા કેન્દ્રીય સહાય સી.આર. પાટીલ

સંબંધિત સમાચાર