મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં એક થર્ડ એસી, બે થર્ડ એસી ઈકોનોમી, બે સ્લીપર અને એક જનરલ ક્લાસ ના કોચ 11 જુલાઈ 2024થી ગાંધીનગરથી અને 10 જુલાઈ 2024થી વારાણસીથી ઉમેરવામાં આવશે.
ટ્રેનોના સ્ટોપેજ ના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


