(સુશીલ પવાર દ્વારા) ડાંગ: ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બારખંડિયા ગામમાંથી રૂ.85,000નો દારૂ ઝડપ્યો છે. પોલીસે બાતમીના આધારે ગામના જંગલ દરવાજા આગળ વોચ ગોઠવી હતી.
ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બાતમીના આધારે બારખાંદિયા ગામનાં ફોરેસ્ટ નાકાની આગળ વોચ ગોઠવી હતી.ત્યારે યુનિકોર્ન મોટરસાયકલ રજી.નં.GJ -21-BN -2149 ના ચાલકે પોલીસને જોતા મોટરસાયકલ રોડ પર જ મૂકીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો.
ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બાતમીના આધારે બારખાંદિયા ગામનાં ફોરેસ્ટ નાકાની આગળ વોચ ગોઠવી હતી.ત્યારે યુનિકોર્ન મોટરસાયકલ રજી.નં.GJ -21-BN -2149 ના ચાલકે પોલીસને જોતા મોટરસાયકલ રોડ પર જ મૂકીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે યુનિકોર્ન મોટરસાયકલની તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કૂલ બોટલ નંગ -19 જેની કિંમત રૂપિયા 15,200/- તથા યુનિકોર્ન મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 70,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 85,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ નાસી છૂટેલ ભુપેન્દ્ર ઇન્દ્રસિંહ ગામીત (રહે. નાની વઘઈ, તા.વાંસદા જી.નવસારી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે તેઓ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર પરિવહનને રોકવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ લોકોને અપીલ કરે છે કે તેઓ આવી પ્રવૃતિઓની માહિતી સાથે આગળ આવે.