(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા ઘણા સેવાકાર્યો કરવામાં આવે છે જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનાં માર્ગદર્શન અને ડીવાયએસપી જી.એ. સરવૈયા નાંઓની સૂચના મુજબ નજીકના દિવસોમાં આવનારા ગણપતિ વિસર્જન અને ઈદ એ મિલાદનાં તહેવારોને ધ્યાને લઈ સોમવારે રાજપીપળા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી ત્યારબાદ મંગળવારે સવારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એક બ્લડ કેમ્પનું આયોજન થયું જેમાં રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફના માણસો તેમજ હિન્દુ મુસ્લિમ દાતાઓએ લોહી આપ્યું હતું.આમ નર્મદા પોલીસ રાજપીપળા સહિત જિલ્લામાં કોઈપણ તહેવારો માં શાંતિ જળવાઈ રહે તે દિશા માં હમેશા તત્પર રહી આયોજકો સાથે મિટિંગનું આયોજન કરે છે તેમજ બ્લડ કેમ્પ સહિત નાં લોકઉપયોગી સેવાકાર્યો પણ કરે છે ત્યારે અહીં પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાક્ય સાર્થક જરૂર થતું જણાય છે.
નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા પો.સ્ટે.ખાતે બ્લડ કેમ્પ યોજાયો
આવનારા તહેવારોને અનુલક્ષી ને પોલીસ વિભાગ દ્વારા માનવતાનાં ધોરણે બ્લડ કેમ્પનું આયોજન કરાયું, - ટાઉન પીઆઈ સહિત પોલીસ સ્ટાફનાં માણસો અને હિન્દુ,મુસ્લિમ દાતાઓએ લોહી આપ્યું.
સંબંધિત સમાચાર
તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજખોરીનો ગંભીર આરોપ, CBIની ACB વિંગમાં ફરિયાદ
પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે
નડિયાદના એજન્ટો દ્વારા UK હોમ ડિપાર્ટમેન્ટના નકલી સર્ટિફિકેટ ઇશ્યૂ કરી લાખોની છેતરપિંડી