મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮ ઓગસ્ટના રોજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન સ્ત્રી ચેતના-ગુજરાત ભારતીય સ્ત્રી શક્તિ સાથે સંલગ્ન, મેમનગર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮ ઓગસ્ટના રોજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સ્ત્રી ચેતના-ગુજરાત ભારતીય સ્ત્રી શક્તિ સાથે સંલગ્ન, મેમનગર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રી કિરીટભાઈ શાહ – પ્રમુખ આદર્શ અમદાવાદ, શ્રીમતી ચારુતાબેન પીપળાપૂરે ટ્રસ્ટી તથા ખજાનચી - સ્ત્રી ચેતનાના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.

ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેક-અપ કરવામાં આવશે જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે આશીર્વાદ ફાઉન્ડેશનમાં
બોલાવવામાં આવશે.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

fashion

સંબંધિત સમાચાર

travel