મુખ્ય સામગ્રી પર જાઓ

Weather Forecast: રાજ્યભરમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં થોડી ઘટાડો થયો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસમાં ફરીથી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

Weather Forecast: રાજ્યભરમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં થોડી ઘટાડો થયો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસમાં ફરીથી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. શુક્રવારે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી હતું, જ્યારે વેરાવળમાં 23.4 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં તાપમાનનો પારો છેલ્લા બે દિવસથી વધ્યો હતો, પરંતુ શુક્રવારે દિવસ દરમિયાન એક ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ મહિનાની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ વધવું શરૂ થયું છે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે આ મહિનામાં ઠંડીના નવા રેકોર્ડ તૂટવા શક્ય છે.

8 ડિસેમ્બર, 2024થી પશ્ચિમ હિમાલય અને ઉત્તર પશ્ચિમ ભારત પર એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે, જેના કારણે ઠંડી અને હિમવર્ષા વધવા માટેની શક્યતા છે. ખીણમાં પણ હાડકંપાવી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.


 

સંબંધિત સમાચાર