મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગાંધીનગર રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સના જવાનોના શૌર્યના દર્શન: વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી

અમદાવાદ રેલવે મંડળની નાગરિક સુરક્ષા વિંગ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતે "સિવિલ ડિફેન્સ એન્યુઅલ ડે" ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી ઉમેશ પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. 

ગાંધીનગર રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સના જવાનોના શૌર્યના દર્શન: વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી

અમદાવાદ મંડળની નાગરિક સુરક્ષા વિંગ દ્વારા તારીખ 20.03.2026 ના રોજ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પરિસરમાં "સિવિલ ડિફેન્સ એન્યુઅલ ડે" નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની પરિસ્થતિમાં ઝડપી પ્રતિક્રિયા વિશે જાગૃતિ લાવવાનો અને નાગરિક સુરક્ષા સ્વયંસેવકોના કૌશલ્યનું પ્રદર્શન કરવાનો હતો.

કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અને મંડળ નાગરિક સુરક્ષા અધિકારી શ્રી ઉમેશ પ્રસાદ દ્વારા નાગરિક સુરક્ષા દળની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.  નિરીક્ષણ પછી, સ્વયંસેવકોએ વિવિધ કટોકટી બચાવ કાર્યો ના પ્રભાવશાળી પ્રદર્શનો રજૂ કર્યા, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ઇમરજન્સી રેસ્કયુ પદ્ધતિ દ્વારા વિવિધ સ્થળોએથી ઘાયલોને સલામત સ્થળે પહોંચાડવા.

બે સમાંતર સસ્પેન્શન પદ્ધતિનો ઉપયોગ કરીને સ્ટ્રેચરનો ઉપયોગ કરીને ઘાયલ વ્યક્તિને ઊંચાઈથી સુરક્ષિત રીતે નીચે ઉતારવું.

ચેયર નૉટ તકનીકનો ઉપયોગ કરીને ઘાયલ વ્યક્તિને ઊંચાઈથી સુરક્ષિત રીતે નીચે લાવવું.

અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કરીને આગને ઝડપથી કાબુમાં લેવી.
આ પ્રસંગે નાગરિક સુરક્ષા સંગઠન, ગાંધીનગરના પ્રભારી તથા વોર્ડન, ADSO-અમદાવાદ, IPF/RPF ગાંધીનગર સહીત રેલવેના વિવિધ વિભાગોના અધિકારીઓ અને સુપરવાઇઝર હાજર રહ્યા હતા.

કાર્યક્રમના સમાપન પર વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અને મંડળ નાગરિક સુરક્ષા અધિકારી દ્વારા મહેમાનો અને સહભાગીઓને સ્મૃતિ ચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા.

અમદાવાદ મંડળ દ્વારા આ પ્રકારના આયોજનના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત કરવા અને રેલ્વે પરિસરમાં સુરક્ષા અને સજાગતાને પ્રોત્સાહન આપવાની દિશામાં નિરંતર પ્રયાસો કરી રહ્યું છે.

fashion

સંબંધિત સમાચાર

travel