સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટના સહકારથી દર શ્રાવણ માસમાં ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ દ્વારા આખો માસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છ. જેમા તા.૧૦/૮ ને શનિવાર રાત્રે ૮ કલાકે જુનાગઢના રાજુભાઈ ભટ,નિરૂબેન દવે,અવધ ભટ દ્વારા શિવ સંધ્યાનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ભાટીયા ધર્મશાળાના મેદાનમાં સોમનાથ પરીષરમાં આ કાર્યક્રમ વોટરપ્રુફ ડોમ, સોફા, ખુરશી સહીત ની શિવભકતો સ્થાનીકો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
વર્ષોથી સોમનાથ મહાદેવના સાંનિધ્યામાં શ્રાવણ માસ દીપકભાઈ કકકડ, મીલનભાઈ જાષી, રામભાઈ સોલંકી,પ્રવિણભાઈ ચોહાણ,વિપુલભાઈ રાજા, જેસલભાઈ ભરડા કાર્યક્રમો યોજી રહ્યા છે જેમાં સોમનાથ ટ્રસ્ટ પરીવાર ખુબજ મોટો સહકાર આપી રહેલ છે તેમજ આખા માસ દરમ્યાન જે પણ કાયક્રમો યોજાય છે તેમાં સુપ્રસીધ્ધ કલાકારો સોમનાથ મહાદેવમાં પાર્વતી શ્રી કૃષ્ણ શ્રી રામ સહીત ભગવાન તથા માતાજીના ગુણગાન ગાવા કોઈપણ જાતની આથિક અપેક્ષા રાખ્યા વગરમાં સરસ્વતી પ્રાર્થના કરવા ભાવી પહોચે છે તે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.