મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે સામસામે અથડાવાને કારણે મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. મૃતકો પરિવારના સભ્યો હતા.
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે સામસામે અથડાવાને કારણે મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. મૃતકો પરિવારના સભ્યો હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકોલા પાતુર પાસે તેજ ગતિએ જઈ રહેલી બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
એમએલસીના પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, અમરાવતી જિલ્લાના શિક્ષક ક્વોટામાંથી એમએલસી ચૂંટાયેલા કિરણ સરનાઈકના પરિવારના સભ્યો કારમાં બેઠા હતા જેમાં અકસ્માત થયો હતો. પોલીસે અત્યાર સુધીમાં તેના પરિવારના ચાર સભ્યોના મોતની પુષ્ટિ કરી છે. આ પૈકી કિરણ સરનાઈકના ભત્રીજાનું પણ મૃત્યુ થયું છે.