મુખ્ય સામગ્રી પર જાઓ

રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે કલેક્ટર તંત્રમાં ખાસ સેલ ઉભો કરાયો

વડોદરા શહેરમાં આવેલી પડેલી વિભિષિકામાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના ધાડા વડોદરા ઉતારવામાં આવ્યા છે. 

રાહત અને બચાવની કામગીરીના સંકલન માટે કલેક્ટર તંત્રમાં ખાસ સેલ ઉભો કરાયો

વડોદરા શહેરમાં આવેલી પડેલી વિભિષિકામાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના ધાડા વડોદરા ઉતારવામાં આવ્યા છે. પ્રભારી સચિવ વિનોદ રાવે વડોદરા શહેરમાં મુકામ કરી તેમના મ્યુનિસિપલ કમિશનર તરીકાના અનુભવોથી માર્ગદર્શન આપી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી અતુલ ગોરને પણ વહીવટી તંત્રની મદદ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે.

કલેક્ટર તંત્રમાં ફરિયાદોના નિરાકરણ માટે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની નિગરાનીમાં એક ખાસ સેલ ઉભો કરવામાં આવ્યો છે. કલેક્ટર બિજલ શાહે પણ વધારાના અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપનને લગતી ફજર સોંપણીના આદેશ જારી કર્યા છે.
ખાસ કરીને વરસાદનો જોર ઘટ્યા બાદ નુકસાનીનો તાગ મેળવવા માટે ૨૨ અધિકારીઓની કલેક્ટર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. દરમિયાન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકને ડિઝાસ્ટર શાખામાં સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

સંબંધિત સમાચાર